તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે હાઈકોર્ટના ચુકાદાની કોપી ઓટો ઇ-મેઇલથી મળશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત હાઇકોર્ટે કમ્પ્યૂટરાઇઝેશનમાં વધુ એક મહત્ત્વની સુવિધા ઉપલબ્ધ કરાવી હવે કેસના સંબંધિત પક્ષકાર અને એડવોકેટને તેમના કેસને લગતા ચુકાદા ઓટો ઇ-મેલથી મળી જશે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત એસ. દવેના માર્ગદર્શન હેઠળ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનો 25મી ફેબ્રુઆરીથી અમલ શરૂ કરાયો છે.

હાઇકોર્ટ રજિસ્ટ્રાર જનરલ એચ.ડી. સુથાર દ્વારા હાઇકોર્ટ એડવોકેટ એસો.ને આપેલી માહિતી પ્રમાણે જે એડવોકેટ તેમના કેસને લગતા ચુકાદાઓ સીધા મેળવવા ઇચ્છતા હોય તેઓ પોતાનો ઇ-મેલ એડ્રેસ હાઇકોર્ટના આઇટી વિભાગને આપે. એડવોકેટ જે કેસ સાથે સંબંધિત હશે તે કેસમાં તેમના કેસને લગતા ચુકાદાઓ તેમને ઓટો ઇ-મેલથી મળી રહેશે.

નવી અરજી ઉપરાંત તેમના પેન્ડિંગ કેસોમાં પણ તેઓ આ સુવિધા મેળવી શકે છે. આગામી દિવસોમાં આ સુવિધા સંબંધિત કેસના તમામ પક્ષકારોને પણ ઓટો ઇ-મેલથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવાશે. અરજદારો પોતાના પડતર કેસોમાં પણ આ રીતે સુવિધા મેળવી શકે છે. ઇન્ફર્મેશન અને કોમ્યુનિકેશન ટેક્નોલોજી સાથે સંલગ્ન જજિસની સમિતિ દ્વારા કરાયેલી ભલામણોને ધ્યાને લઇ આ સુવિધા માટેના નિર્ણયને બહાલી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો