તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવે અમદાવાદના મ્યુઝિક અને આર્ટ શો ઉપર પણ કોરોનાનું ગ્રહણ

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આર્ટ શો ત્રણ મહિના પોસ્ટપોન થયા

અમદાવાદમાં દિલ્હી, ભોપાલ,બેંગ્લુરુ, કોલકાતા, મુંબઈ સહિતના શહેરોમાંથી આર્ટિસ્ટ આવીને આર્ટ શો કરે છે તેવી જ રીતે અમદાવાદના આર્ટિસ્ટ પણ બહાર જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી ભારતમાં કોરોના વાયરસને લઈને જે ભય ફેલાયો છે તેને લઈને આ આર્ટિસ્ટ કેટલાક સંજોગોમાં શો કેન્સલ કરે છે. એલોફ્ટ ખાતેની સોલ સ્પેસ આર્ટ ગેલેરીમાં બહારના પાંચ આર્ટિસ્ટનો શો પોસ્ટપોન થયો છે જે હવે મેમાં યોજાશે. -તુષાર મોદી,ક્યૂરેટર

શોમાં લોકો એકત્ર થાય તે હાલ પૂરતું બરાબર નથી

આર્ટ શો જોવા માટે મોટી સંખ્યામાં શહેરીજનો આવતાં હોય છે અને કોરોનાને લઈને હાલ સ્કૂલ કોલેજો પણ બંધ થઈ રહ્યાં છે ત્યારે અમારા ગ્રુપે હમણાં અમદાવાદમાં શો રદ કર્યો છે. એક આર્ટિસ્ટ તરીકે અમારી ફરજ છે કે લોકો એકત્ર થાય તેવા કાર્યક્રમો હાલ પૂરતાં આયોજિત ન કરીએ. કોરોનાને લઈને આપણા દેશમાં પરિસ્થિતી નિયંત્રણમાં છે પણ તેની સાથે સાથે આપણે તકેદારી પણ રાખવી જરૂરી છે. -બંદનાકુમારી, આર્ટિસ્ટ

સેલિબ્રેશન ચિત્રમાં છે વુમન એમ્પાવર્મેન્ટ

બંદના કુમારીનું આ પેઇન્ટિંગ હવે જોવા નહી મળે જેેમાં વુમન એમ્પાવર્મેન્ટ દર્શાવ્યું છે જેમાં હરણ, સસલું, કૂૂતરું, સિંહણ, શિયાળ, ગીધ અને બકરીના ફેસ ચિતર્યા છે અને તેમની વૃત્તિઓ દર્શાવી છે. જો કે બધા એકત્ર થાય ત્યારે તે સંઘ ભાવના દર્શાવી છે.

કોરોનાને લઈને આ ઈવેન્ટ રદ થઈ

નટરાણીમાં ‘ફોક મસ્તી-જાદુ કી છડી’, એલોફ્ટની સોલ સ્પેસ આર્ટ ગેલેરીમાં આર્ટ શો, રિવરફ્રન્ટ પર યોજાનારી સાંસ્કૃતિક સંધ્યા (હોળી મહોત્સવ), જીએલએસ બીબીએ અને એચએ કોલેજનો ઈનામ વિતરણ સમારોહ જેમાં 1200 સ્ટુડન્ટસ એકત્ર થવાના હતાં તે પણ રદ થયો. તે ઉપરાંત રોક રેજન્સીમાં યોજાનારો એક્સપોર્ટ સેલ અને જીએમડીસીમાં યોજાનારો સેલ પણ રદ કરવામાં આવ્યો.

કોરોનાને લઈને સાવચેતીના ભાગરૂપે 15મી માર્ચે ‘ફોક મસ્તી-જાદુ કી છડી’ આલ્બમ લોન્ચ ઈવેન્ટ અમે કેન્સલ કરી રહ્યાં છીએ. આ છે નટરાણી એમ્ફિ થિયેટરનું એનાઉન્સમેન્ટ. તો બીજી તરફ આર્ટ શોને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. કોરોનાને લઈને દિલ્હી ભોપાલના 5 આર્ટિસ્ટનો અમદાવાદમાં યોજાનારો આર્ટ શો કેન્સલ થયો. તો મુંબઈના આર્ટિસ્ટે પણ અમદાવાદમાં શો કરવાનો પ્લાન પાછળ ઠેલવી દીધો છે. આ છે આર્ટ વર્લ્ડમાં કોરોના વાયરસની ઈફેક્ટ. જો કે અમદાવાદની ગુફા, હઠિસિંગ સેન્ટર તેમજ કનોરિયામાં જે રેગ્યુલર પેઈન્ટિંગ કે ફોટોગ્રાફી એક્ઝિબિશનનું બુકિંગ કે જે ઓલરેડી અગાઉથી થયું છે તેની પર કોઈ અસર થઈ નથી. પણ બહારના તેમજ શહેરના આર્ટિસ્ટે પોતાની આર્ટ બહાર ડિસ્પ્લે કરવાનું માંડી વાળે છે કે પછી વિચારીને આયોજન કરે છે. આ ઉપરાંત કોલેજના એન્યુઅલ ફંક્શન્સ અને રિવરફ્રન્ટ પર યોજાનાર સાંસ્કૃતિક સંધ્યા પણ રદ કરાઈ. સિટી ભાસ્કરે કર્યો કોરોનાને લઈને શહેરના આર્ટ એન્ડ કલ્ચર ફિલ્ડમાં શું અસર થઈ તેની ઉપર એક અહેવાલ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો