તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોડકદેવ પોલીસ સ્ટેશન તોડી પાડવા માટે પોલીસને મ્યુનિ.ની નોટિસ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વસ્ત્રાપુરમાં સિંધુભવન રોડ પર આવેલા મ્યુનિ. કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટમાં રૂ. 60 લાખના ખર્ચે બનાવાયેલું બોડકદેવ પોલીસ સ્ટેશન તોડી પાડવા માટે કોર્પોરેશને કવાયત શરૂ કરી છે. તે માટે પોલીસ સ્ટેશનને ખાલી કરી દેવા પોલીસને લેખિતમાં જાણ કરી દેવાઈ છે, જેથી પોલીસે બોડકદેવ પોલીસ સ્ટેશન ખાલી કરવા તજવીજ શરૂ કરી દીધી છે.

લોકસભાની ચૂંટણી પૂરી થયા બાદ બોડકદેવ પોલીસ સ્ટેશન તોડી પડાશે. વસ્ત્રાપુરના પીઆઈ એમ. એમ. જાડેજાએ આ મામલે જણાવ્યું છે કે, અમને લેખિતમાં જાણ કરાઈ છે, જેથી આગામી દિવસોમાં બોડકદેવ પોલીસ સ્ટેશન ખાલી કરી દેવામાં આવશે.

બોડદકેવ પોલીસ સ્ટેશન બનાવવાનું નક્કી કરાયું ત્યારથી જ જગ્યાને લઈને વિવાદ શરૂ થયો હતો. ત્રણ વખત જગ્યા બદલ્યા બાદ આખરે સિંધુ ભવન રોડ પરના મ્યુનિ. કોર્પોરેશનના પાર્કિંગ પ્લોટનો એક ખૂણો બોડકદેવ પોલીસ સ્ટેશન માટે આપવાનું નક્કી કરાયું હતું, જેના આધારે તે જગ્યા ઉપર અદ્યતન ડોમમાં રૂ.60 લાખના ખર્ચે બોડકદેવ પોલીસ સ્ટેશન બનાવાયું હતું.

જોકે પોલીસ સ્ટેશનનો ડોમ તૈયાર થઈ ગયા બાદ કોર્પોરેશને જગ્યા પાછી માગી હતી. આથી બોડકદેવ પોલીસ સ્ટેશન બની ગયું હોવા છતાં ત્યાં કાર્યરત કરવામાં આવ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...