તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેન્યુ કાર્ડમાં વજન ન દર્શાવવા બદલ હેવમોરને નોટિસ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોડકદેવમાં સિંધુ ભવન રોડ પર આવેલી હેવમોર રેસ્ટોરાંમાં મેન્યુ કાર્ડમાં જથ્થો જ દર્શાવાતો નહતો. મેનુ કાર્ડમાં કિંમતની સામે જથ્થો દર્શાવો ફરજિયાત હોવા છતાં નિયમનું ઉલ્લંઘન થતાં તોલમાપ વિભાગે ફરિયાદના આધારે હેવમોર રેસ્ટોરાં સામે કાર્યવાહી હાથધરી હતી. રેસ્ટોરાંને નોટિસ આપી દંડત્મક કાર્યવાહી હાથધરી છે. આ ઉપરાંત ઓછા વજન બદલ મ્યુનિ.કોર્પોરેશન પાસે આવેલા અશોક ફરસાણને પણ નોટીસ અપાઇ છે.

બોડકદેવની હેવમોર રેસ્ટોરાંમાં પણ જથ્થો દર્શાવાતો નહતો. માત્ર કિંમત દર્શાવાતી હતી. તેવું કહેતા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા એજન્સીના ચેરમેન જશવંતસિંહ વાઘેલાએ કહ્યું હતું કે રેસ્ટોરાં સામે તોલમાપ વિભાગમાં ફરિયાદ કરાઇ હતી. ફરિયાદના આધારે તપાસ કરતા મેન્યુ કાર્ડમાં જથ્થો દર્શાવાયો નહતો. તોલમાપ વિભાગના મદદનીશ નિયંત્રક પી.વી.પટેલે કહ્યું હતું કે રેસ્ટોરન્ટને નોટિસ અપાઇ છે અને 5 હજાર સુધી દંડ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...