તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોન્ઝી સ્કીમ પર પ્રતિબંધનો વટહુકમ ચિટ ફંડ માટે નહીં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પોન્ઝી સ્કીમો પર પ્રતિબંધ લાદવા માટે ગત 21 ફેબ્રુઆરીએ લાગુ કરાયેલો વટહુકમ માત્ર ગેરકાયદે રોકાણો સામે છે. તે એવા ચિટ ફંડો પર લાગુ નહીં થાય જેનું સંચાલન ચિટ ફંડ કાનૂન હેઠળ થઈ રહ્યું હશે. નાણા મંત્રાલયે ટ્વીટ કરીને આ વાતની સ્પષ્ટતા કરી છે.

આ સ્પષ્ટીકરણ એવા સમયે કરાયું છે જ્યારે નાના વેપારીઓ દ્વારા ચિટફંડ હેઠળ લેવામાં આવતી ડિપોઝિટ અને લોન પર વટહુકમ દ્વારા પ્રતિબંધની અફવાએ જોર પકડ્યું છે.

ગેરકાયદે રોકાણ યોજનાઓ પરના સંપૂર્ણ પ્રતિબંધને લગતું બિલ 13 ફેબ્રુઆરીએ લોકસભાના બજેટ સત્રના પસાર થયું હતું, પરંતુ રાજ્યસભામાં તેને મંજૂરી ન મળતા કેબિનેટે રાષ્ટ્રપતિને એક વટહુકમ આપવા વિનંતી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો