તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિફ્ટીએ 10850ની ટેકનિકલ ટેકાની સપાટી વટાવી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમેરીકાએ ચીની ઉત્પાદનો ઉપરની આયાત ડ્યુટીમાં વધારો મુલતવી રાખતાં વૈશ્વિક શેરબજારોમાં ઉછાળો
ચીન અને અમેરીકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો સંદર્ભમાં અમેરીકાએ 1 માર્ચ સુધી ચાઇનિસ ઉત્પાદનો ઉપરની આયાત નહિં વધારવાનો નિર્ણય કર્યો હોવાથી ટ્રેડવોર ટેન્શન હળવું થતાં વૈશ્વિક શેરબજારોમાં સુધારાની ચાલ રહી હતી. તે ઉપરાંત ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયામાં પણ મજબૂતાઇ રહી હતી. વિદેશી નાણાકીય સંસ્થાઓની શુક્રવારે રૂ. 6311 કરોડની જંગી લેવાલીએ પણ સુધારામાં સૂર પૂરાવ્યો હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. ગુરુવારે ફેબ્રુઆરી ડેરિવેટિવ્સ એક્સપાયરી હોવાના કારણે મોટાભાગના વેચાણો કપાઇ રહ્યા છે.

સેન્સેક્સ પેકની સ્થિતિ: સેન્સેક્સ પેકની 31 પૈકી 24 સ્ક્રીપ્સમાં સુધારો રહ્યો હતો. યસ બેન્ક 3.24 ટકા સુધરી રૂ. 229.15 બંધ રહેવા સાથે ટોચે રહ્યો હતો. ટીસીએસ 3.07 ટકા, ઇન્ફોસિસ 3.07 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 1.95 ટકા, એચસીએલટેક. 1.90 ટકા અને ભારતી એરટેલ 1.61 ટકા સુધર્યા હતા. જ્યારે કોલ ઇન્ડિયા, એશિયન પેઇન્ટ, લાર્સનમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2767 પૈકી 1523 સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1066 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ સુધારાતરફી રહ્યું હતું.

અદાણી એન્ટર 2 ટકા સુધર્યો: કંપનીને પાંચ એરપોર્ટ માટે 50 વર્ષનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાના અહેવાલો પાછળ શેર 2.26 ટકા વધી રૂ. 131.45 બંધ રહ્યો હતો. જોકે, અદાણી પોર્ટ 8.26 ટકા તૂટી રૂ. 324.85 બંધ રહ્યો હતો.

વિદેશી સંસ્થાઓ ધૂમ લેવાલ: વિદેશી નાણાકીય સંસ્થાઓની શુક્રવારે રૂ. 6300 કરોડની નેટ ખરીદી બાદ આજે પણ રૂ. 2134.35 કરોડની નેટ ખરીદી રહી હતી. તેની સામે સ્થાનિક સંસ્થાઓની રૂ. 1746.40 કરોડની નેટ વેચવાલી જોવા મળી હતી.

MOSL અને IIFLમાં કડાકા બાદ સુધારો
સેબીએ મોતીલાલ ઓસવાલ અને ઇન્ડિયા ઇન્ફોલાઇનના કોમોડિટી બ્રોકીંગ વિભાગને ફીટ અને પ્રોપર નહિં હોવાનું જાહેર કરતાં બન્ને કંપનીઓના શેર્સમાં કડાકાની સ્થિતિ રહી હતી. સેબી 300થી વધુ બ્રોકર્સ સામે ગેરરિતીઓ મામલે તપાસ કરી રહી છે. મોતીલાલ ઓસવાલ ફાઈનાન્સનો શેર ઇન્ટ્રા-ડે 5 ટકા તૂટ્યા બાદ છેલ્લે 1.52 ટકા ઘટી રૂ. 603 બંધ રહ્યો હતો. આઇઆઇએફએલ હોલ્ડિંગ પણ ઇન્ટ્રા-ડે 9 ટકા તૂટ્યા બાદ છેલ્લે 0.27 ટકાના નોમિનલ ઘટાડા સાથે રૂ. 364.35 બંધ રહ્યો હતો.

સ્મોલકેપ: સ્ટોક સ્પેસિફિક
કંપની બંધ +/-%

આરકોમ 6.01 -8.10

જેપી પાવર 1.80 -6.74

ડીસીડબલ્યૂ 17.70 10.28

ટેક સોલ્યુ. 131.90 15.30

10860ની હર્ડલ ક્રોસ, નિફ્ટીની 10900 તરફ આગેકૂચ
ટ્રેડ ટેન્શન હળવું થતાં આઇટી શેર્સ ભારે થયા
વર્લ્ડ ટ્રેડવોરની સ્થિતિ હળવી થતાં આઇટી કંપનીઓના શેર્સમાં આજે મજબૂત સુધારો રહ્યો હતો. આઇટી ઇન્ડેક્સ 2.46 ટકા અને ટેકનોલોજી ઇન્ડેક્સ 2.11 ટકા સુધર્યા હતા. ટીસીએસ 3.07 ટકા, ઇન્ફોસિસ 2.94 ટકા, ટેક સોલ્યુસન્સ 15.30 ટકા, 63મૂન્સ 7.03 ટકા, ડેટા મેટિક્સ 5.84 ટકા અને વીપ્રો 1.86 ટકા સુધી ઉછળ્યા હતા.

નિફ્ટીએ નવા સપ્તાહની શરૂઆત 10860 મહત્વની હર્ડલ ક્રોસ કરવા સાથે 10900 ભણી આગેકૂચ જારી રાખી છે. રાહત રેલીની આગેકૂચ માટે 10860-10830 મહત્વની સપાટી તરીકે વર્તી શકે. તે ક્રોસ થતાં નિફ્ટી 10920-11000 તરફ આગળ વધી શકે તેવી શક્યતા જણાય છે. સમિત ચવાણ, એન્જલ બ્રોકીંગ

રિયાલ્ટી: સુધારો ધોવાયો
કંપની ઇન્ટ્રા-ડે બંધ +/-%

ગોદરેજ પ્રોપર્ટી 749 725 -0.47

શોભા 460 441 -0.27

ડીએલએફ 174 168 -0.68

ઓબેરોય 524 486 -3.21

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો