તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિફ્ટીએ 11600ની સપાટી તોડી, સેન્સેક્સ -354

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વિશ્વની 70% ઇકોનોમિમાં સ્લોડાઉનની ભીતિ અને લોકસભાની ચૂંટણી પૂર્વે ઓળૈયા સુલટાવવારૂપી માનસ
ભારતનો આર્થિક વૃદ્ધિદર 2019માં 7.3 ટકા, અને 2020માં 7.5 ટકા રહેવાની ધારણા વ્યક્ત કરાઇ છે. બીજી તરફ અમેરીકાએ યુરોપિયન યુનિયનમાંથી આયાતી ચીજવસ્તુઓ ઉપર હેવી ડ્યુટી લાદવાની ધમકી આપી છે. તે ઉપરાંત ગુરુવારથી દેશભરમાં શરૂ થયેલા ચૂંટણી વાવર અને માર્ચના અંતે પુરા થયેલા ત્રિમાસિક માટેના પરીણામની જાહેરાતના પગલે પણ પ્રોફીટ બુકિંગ વધતાં ભારતીય શેરબજારોમાં વેચવાલી જોવા મળી હતી.

માર્કેટબ્રેડ્થ નેગેટિવ: 51.68 ટકા સ્ક્રીપ્સ ઘટી: બીએસઇ ખાતે કુલ ટ્રેડેડ 2711 પૈકી 42.09 (1141) સ્ક્રીપ્સમાં સુધારો જ્યારે 1401 (51.68) સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ઊછાળે વેચવાલીનું રહ્યું હતું.

સેન્સેક્સ પેકની સ્થિતિ: સેન્સેક્સ પેકની 31 પૈકી 9 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાયો હતો. તે પૈકી તાતા મોટર્સ સૌથી વધુ 4.68 ટકા ઊછળી રૂ. 215.65 બંધ રહ્યો હતો. અન્ય સ્ક્રીપ્સમાં એક ટકા કરતાં નીચો સુધારો રહ્યો હતો. સામે 22 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી ભારતી એરટેલ 3.28 ટકા, એશિયન પેઇન્ટ 2.15 ટકા, ટીસીએસ 2.12 ટકા, એચડીએફસી 1.96 ટકા, એચસીએલ ટેક 1.84 ટકા, તાતા સ્ટીલ 1.38 ટકા ઘટ્યા હતા.

લક્ષ્મીવિલાસ બેન્ક 4.5 ટકા ઘટ્યો: બેન્કના ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ફાઇનાન્સ સાથેના મર્જરની પ્રોસેસ ઘોંચમાં પડ્યાના અહેવાલો પાછળ શેર 4.49 ટકા ઘટી રૂ. 88.35 બંધ રહ્યો હતો.

ડોલર સામે રૂપિયો 18 પૈસા સુધર્યો: ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 18 પૈસાના સુધારા સાથે 69.11ની સપાટીએ બંધ રહ્યો હતો. અન્ય કરન્સી સામે પણ રૂપિયામાં સુધારો રહ્યો હતો.

વૈશ્વિક શેરબજારોમાં મિક્સ ટોન: અમેરીકાની યુરોપિયન યુનિયનમાંથી થતી આયાત ઉપર ડ્યુટીની ધમકી, આઇએમએફની સ્લોડાઉનની આગાહીના કારણે વૈશ્વિક શેરબજારોમાં આરંભિક સુધારો ધોવાયો હતો. જોકે, યુરોપમાં સાધારણ સુધારા સામે એશિયાઇ શેરબજારોમાં મિક્સ ટોન રહ્યો હતો.

એફઆઇઆઇ ધૂમ લેવાલ: વિદેશી નાણાકીય સંસ્થાઓની આજે રૂ. 1429.92 કરોડની નેટ ખરીદી રહી હતી. સામે સ્થાનિક સંસ્થાઓની પણ રૂ. 461.29 કરોડની નેટ ખરીદીનો ટેકો રહ્યો હોવાનું બીએસઇના પ્રોવિઝનલ આંકડાઓ દર્શાવે છે.

નિફ્ટી માટે 11569-11549 મહત્વની ટેકાની સપાટી
ગઇકાલની સ્માર્ટ રિકવરી આજે બૂમરેંગ પૂરવાર થઇ હતી. જેમાં નિફ્ટીએ 11700ની સપાટી કૂદાવ્યા બાદ આજે ફરી 11600 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તોડી છે. હાયર સાઇડ ઉપર 11675ની ફોલિંગ ટ્રેન્ડ લાઇન રેઝિસ્ટન્સ તીવ્ર હર્ડલ બની રહી છે. પરંતુ આપણે હજી કોન્સોલિડેશન રેન્જમાં હોવાથી નિફ્ટી માટે 11569-1549 પોઇન્ટની સપાટી અતિ મહત્વની ટેકાની સપાટી પૂરવાર થઇ શકે છે. ટ્રેડર્સે આ લેવલ ધ્યાનમાં રાખવું જોઇએ. તેની નીચે જો નિફ્ટી ગયો તો કરેકશન આગળ વધી શકે છે. ઉપરમાં નિફ્ટી માટે 11638 અને ત્યારબાદ 11675 પોઇન્ટની સપાટી મહત્વની પ્રતિકારક સપાટી તરીકે વર્તી શકે તેવું એન્જલ બ્રોકિંગના સમિત ચવાણનું કહેવું છે.

ટેલિકોમ: ઘટાડાની ઘંટડી

કંપની બંધ ઘટાડો
આરકોમ 2.82 -4.73%
સ્ટરલાઇટ ટેક. 200.80 -3.51%
વિંધ્ય ટેલિ. 1318.00 -3.41%
ભારતી એરટેલ 340.05 -3.28%
બેન્ક શેર્સમાં બૂમરેંગ

બેન્ક બંધ ઘટાડો

HDFC બેન્ક 2242.70 -2.07%
બીઓબી 129.65 -1.78%
એસબીઆઇ 311.20 -1.25%
ઇન્ડસઇન્ડ 1748.95 -1.09%
અન્ય સમાચારો પણ છે...