તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિફ્ટી 12400-12500 ઝડપી વટાવે તેવી શક્યતા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
યુદ્ધ કરતાં પણ યુદ્ધનો ભય વધુ ખતરનાક હોય છે. તે ન્યાયે નિફ્ટીએ સપ્તાહની શરૂઆતમાં ઘટાડા સાથે 12000 પોઇન્ટના સબલેવલને ટેસ્ટ કરવા સાથે થોડા સમય માટે માર્કેટમાં સુસ્તી નોંધાવી દીધી હતી. જોકે, પાછળથી ભય ટળી જતાં V-શેપ રિકવરી શરૂ થઇ ગઇ હતી. જેમાં નિફ્ટી પોઝિટિવ ટેરિટરીમાં બંધ આવ્યો છે. એક્શન પેક્ડ વીક, વાઇલ્ડ સ્વીંગ્સ અને બુલ્સના હાથમાં બાજી રહેવા સાથે નિફ્ટીએ 12300 પોઇન્ટની સપાટી ઊપર બંધ આપ્યું છે. જોકે, પ્રોફીટ બુકિંગ રહેતાં નિફ્ટીની સ્પીડ થોડી ધીમી છે. પરંતુ 12400-12500 પોઇન્ટની સપાટી જો આવી જ ચાલ રહેશે તો આગામી સપ્તાહમાં જ જોવા મળી શકે છે. નીચામાં 12200 પોઇન્ટ અને ત્યારબાદ 12140 પોઇન્ટ નજીકની ટેકાની સપાટીઓ ગણાવી શકાય. ટ્રેડર્સ માટે ખાસ સલાહ છે કે, મેજર ડાયરેક્શન વિરુદ્ધ પોઝિશન લેવાથી દૂર રહેવું. જેમણે નજીકના ભૂતકાળમાં શોર્ટ સેલ માટે ટ્રાય કર્યો હશે તેમની હાલત શું થઇ હશે તે કહેવાની કોઇ જરૂર નથી! સ્મોલ અને મિડકેપ્સમાં ફરી આકર્ષણ જામી રહ્યું છે. હાલમાં સ્પીડ ધીમી છે પરંતુ ગમે ત્યારે તે વેગ પકડી શકે છે. માટે હાલના તબક્કે આ સેક્ટર્સના પસંદગીના શેર્સ ઉપર વોચ રાખવા સલાહ મળી રહી છે.

લાંબાગાળાના રોકાણ માટે FINPIPE અને ઇન્ડોકો રેમેડીઝ ઉપર વોચ રાખો
FINPIPE: બુલિશ, છેલ્લો બંધ: 573.45, ટાર્ગેટ: 640, સ્ટોપલોસ: રૂ. 536.
530-560ની બ્રોડ રેન્જ વિતેલા માસમાં નોંધાવ્યા બાદ આ શેરમાં બુલિશ રેન્જ બ્રેકઆઉટ કન્ફર્મ કરવા સાથે ભાવ સુધરી રહ્યો છે. છેલ્લા બે સેશનની મૂવમેન્ટ સુધારાની છે. RSI પોઝિટિવ ઝોનમાં રહેવા સાથે વોલ્યૂમ વધી રહ્યા છે. છેલ્લા કેટલાંક અઠવાડિયાથી મિડકેપ સેગ્મેન્ટના આ શેરમાં સંગીન સુધારાની ચાલ રહી છે. તે જોતાં નજીકના ભવિષ્યમાં શેર આકર્ષક સુધારા સાથે રૂ. 640 આસપાસનો ટાર્ગેટ ધરાવે છે. જેના માટે રૂ. 536નો સ્ટોપલોસ હાથવગો રાખવાની ખાસ સલાહ છે.

ઇન્ડોકો રેમેડિઝ: બુલિશ, છેલ્લો બંધ: 195.50, ટાર્ગેટ: રૂ. 211, સ્ટોપલોસ: રૂ. 186.
ઘણાં લાંબા સમય પછી મિડકેપ સ્ટોક્સ પણ તેજીની પાર્ટીમાં જોડાયા છે અને વિતેલા સપ્તાહે ખાસ કરીને, આઉટ પરફોર્મ રહ્યા છે. તેમાંય ઇન્ડોકો રેમેડિઝ રૂ. 135-175ની રેન્જમાં છેલ્લા પાંચ મહિના સુધા રમ્યા પછી છેવટે આ રેન્જ તોડીને ગત સપ્તાહે રેક્ટેન્ગ્યુલર ચેનલ બ્રેક આઉટ આપ્યું છે. વધુમાં ડેઇલી ચાર્ટ ઉપર પણ આ શેરમાં સુપર ટ્રેન્ડ ઇન્ડિકેટર જોવા મળ્યું ચે. જે ચાર વખત રેઝિસન્ટન્સથી પાછા ફર્યાનો સંકેત આપે છે. વધુમાં 50EMA ક્રોસ કરવા સાથે 89EMA પણ ક્રોસ થઇ છે. જે તેજીના કોલને ટેકો આપે છે. આકર્ષક રિસ્ક રિવોર્ડ રેશિયોને ધ્યાનમાં રાખતાં આ શેરમાં ટ્રેડર્સે રૂ. 211ના ટાર્ગેટ અને રૂ. 186ના સ્ટોપલોસ સાથે ખરીદી માટે વિચારી શકાય.

નિફ્ટી 13200 ઉપર બંધ આપે તો લોંગ પોઝિશન ઉમેરી શકાય
વિતેલા સપ્તાહના શરૂઆતી ચાર ટ્રેડિંગ સત્રો દરમિયાન ઊંચી વધઘટ દર્શાવનારા શેરબજારોએ અંતિમ બે ટ્રેડિંગ સત્રો દરમિયાન નોંધપાત્ર ઉછાળો નોંધાવ્યો હતો. શુક્રવારે બેન્ચમાર્ક નિફ્ટીએ તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જોકે ફરી એકવાર ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ બેન્ચમાર્ક તે સ્તર પરથી પાછો ફર્યો હતો. જીઓપોલિટીકલ રિસ્ક ઘટતાં રોકાણકારોએ ફરી તેમની નજર આર્થિક બાબતો પર ફેરવી હતી અને માર્કેટ પ્રિ-બજેટ તેજીમાં પ્રવેશ્યું હતું. ઈક્વિટીમાં સુધારા સાથે રૂપિયામાં પણ મજબૂતી જોવા મળી હતી અને સતત ત્રીજા દિવસે તે સુધર્યો હતો. ક્રૂડના ભાવમાં તેની છેલ્લા ચારેક મહિનાની ટોચથી 9 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. બજારમાં હાઈ બિટા ક્ષેત્રો જેવાકે બેંકિંગ અને ઓટો તેમના સાપ્તાહિક નુકસાનને ભૂંસીને નવા ઝોનમાં પ્રવેશ્યાં છે. ઓપ્શન્સ ડેટા પર નજર કરીએ તો પુટ્સ બાજુએ 12000ની સ્ટ્રાઈકમાં મહત્તમ પોઝીશન છે. જે બજાર પાર્ટિસિપેન્ટ્સનો વિશ્વાસ દર્શાવે છે. કોલ્સ બાજુએ 12500ની સ્ટ્રાઈકમાં મહત્તમ પોઝીશન છે. જે એક અવરોધ બની શકે છે. 12300ની સ્ટ્રાઈકમાં પણ નોંધપાત્ર પોઝીશન છે. જ્યારે 12200 અને 12100ની સ્ટ્રાઈક્સના પુટ્સમાં નવું રાઈટિંગ જોવા મળ્યું છે. જે બજારને સપોર્ટ પૂરો પાડી શકે છે. બજારમાં મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં લેવાલી પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ રહી છે. એકવાર નિફટી 12300ના સ્તર પર બંધ આપે તો આક્રમકપણે લોંગ પોઝીશન ઉમેરી શકાય છે.

આસિફ હિરાણી માર્કેટ વોચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો