તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News New Vs Hospital Rs Over 300 Crores Of Expenditure Will Be On The Nhl Students 020146

નવી વીએસ હોસ્પિટલના રૂ. 300 કરોડના ખર્ચનો ભાર NHLના વિદ્યાર્થીઓ પર પડશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ (નવી વીએસ) 17 જાન્યુઆરીથી શરૂ થશે. નવી હોસ્પિટલનો રખરખાવનો વાર્ષિક ખર્ચ અંદાજે રૂ. 300 કરોડ આંકવામાં આવ્યો છે. 300 કરોડનું આ ભારણ એસ.વી.પી. હોસ્પિટલ સાથે જોડાઇ રહેલી મેડિકલ કોલેજ એનએચએલના વિદ્યાર્થીઓ પર પડશે તેવી શક્યતા છે. મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે, ગત વર્ષે ચૂંટણીના કારણે ફી રિવાઇઝ કરાઇ નહોતી. હાલ એનએચએલની ફી અન્ય મેડિકલ કોલેજ કરતાં ઓછી છે.

વીએસ હોસ્પિટલના કેમ્પસમાં બનેલી નવી સરદાર વલ્લભભાઇ પટેલ હોસ્પિટલ શરૂ થતાં પહેલાં મ્યુનિ.એ કોલેજને મેટમાં સમાવી લીધી હતી અને હવે તેને નવી હોસ્પિટલ સાથે અેટેચ કરી દેવાશે. હાલ એનએચએલ કોલેજમાં 225 મેડિકલ સ્ટુડન્સ્ટ છે. અગાઉ આ કોલેજ ગ્રાન્ટેડ હતી, જેને વર્ષ 2008માં મેટમાં સમાવી લેવાયા બાદ સેલ્ફ ફાઈનાન્સ કરી દેવાઇ હતી.

આર.જે. શાહ કમિટીના રિપોર્ટ મુજબ ત્રણ વર્ષે મેડિકલ કોલેજની ફી રિવાઇઝ કરી શકાય છે. ગત વર્ષે એનએચએલની ફી રિવાઇઝ કરાઇ નહોતી. ઉપરાંત આ રિપોર્ટમાં હોસ્પિટલના ભારણ અંગેની જોગવાઇ હોવાનું પણ નિષ્ણાતોનું કહેવું છે.

વિદ્યાર્થીઓની ફી આ માટે વધી શકે
નવી હોસ્પિટલ પાછળ વાર્ષિક 300 કરોડના ખર્ચનો અંદાજ છે. જેની સામે તંત્ર પેશન્ટ પાસેથી સામાન્ય ફી વસૂલવાની વાત કરે છે. આવક-મેઇન્ટેનન્સ વચ્ચે ખોટનું ભારણ ફીમાં નખાશે. ડો. બિપીન પટેલ, IMC ગુજરાત શાખાના પૂર્વ પ્રમુખ

NHLમાં ફીનું હાલનું માળખું
એમબીબીએસ

ગવર્નમેન્ટ મેનેજમેન્ટ NRI ક્વોટા

4.64 લાખ 12 લાખ 25 હજાર ડોલર

પોસ્ટ ગ્રેજ્યુએટ

5.47 લાખ 19 લાખ 50 હજાર ડોલર સુધી

વર્ષ 2017-18 માટેની ફી

અન્ય સમાચારો પણ છે...