તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યુરો ફાઇબરથી પીડિત બાળકી, ઓપરેશન અશક્ય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેરાવળનાં જુના ભોયવાડામાં રહેતા એક પરિવારની ચાર વર્ષની બાળકી ઉપર ગંભીર બિમારીનું સંકટ આવી ગયું છે. કાનની નીચે ન્યુરો ફાઇબરની ગાઠ થતાં બાળકી યોગ્ય રીતે બોલી પણ શકતી નથી. અને બિમારી સહન પણ કરી શકતી નથી. હાલતો તેને ડોકટરે ઓપરેશન કરવાની પણ મનાઇ કરી દીધી છે.

વેરાવળનાં ભોયવાડામાં રહેતા રમેશભાઇ ખોરાબાની ચાર વર્ષની પુત્રી કિંજલને વર્ષો પહેલા ગાલપીચોળીયું થયું હતું. જેની વેરાવળ સીવીલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પરંતુ સારવારથી કોઇ ફરક પડયો ન હતો. બાદ માતા-પિતાએ અમદાવાદ સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં. જયાં ન્યુરો ફાઇબર નામની બિમારી હોવાનું જાણવા મળ્યું હતું. અને તેનું ઓપરેશન કરાવ્યું હતું. ઓપરેશનનાં પાંચ મહિના પછી ફરી એ સ્થિતિનુ નિર્માણ થયું હતું અને ઓપરેશન કરવાની ફરજ પડી હતી. બીજા ઓપરેશન બાદ દોઢ વર્ષ જેવો સમય વિતી ગયો હતો. બાદ ફરી તેજ જગ્યાએ આ ગાંઠ નિકળી હતી.

કિંજલને મુંબઇ સારવારમાં ખસેડી હતી. પરંતુ સારવારનો કોઇ ઇલાજ થયો નથી. સાડા ચાર વર્ષની કિંજલ બે વર્ષથી અનોખી બિમારીથી પિડાઇ રહી છે. જોકે તબીબોએ પણ ઓપરેશન કરવાની મનાઇ કરી દીધી છે. પરિવાર ઉપર સંકટ આવી ગયું છે.

મુંબઈમાં સારવાર કરવાની પણ કોઈ પરિણામ ન મળ્યું
મારી એક જ દિકરી છેઃમાતા
માતા કંચનબેને વેદના વ્યકત કરતા કહયું હતું કે, મારે એક જ દિકરી છે અઢી વર્ષની હતી ત્યારથી આ બિમારીનો શિકાર થઇ છે. દિકરીને સારવાર મળી જાય તો આ દુ:ખમાંથી બહાર આવે તેમ છે.

માતા ઘરકામ, પિતા મજૂરી કરે છે
કિંજલના માતા કંચનબેન ઘરકામ કરે છે અને પિતા રમેશભાઇ મચ્છીનાં દંગામાં મજુરીકામ કરવા જાય છે. તેમની આર્થિક સ્થિતિ પણ ખુબ નબળી હોય સારવાર કરાવવી પણ મુશ્કેલ છે.

અન્ય સમાચારો પણ છે...