તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રિ ટાણે પ્રાઈમરી માર્કેટમાં જામશે IPOની રમઝટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ર્પોરેટ ઇન્ડિયાના તરભાણામાં રાહતોની લહાણી કરીને સેકન્ડરી તેમજ પ્રાઈમરી માર્કેટમાં તેજીની સૂરાવલી વહેતી કરી છે. નવરાત્રિના પાવન પર્વ દરમિયાન જ એસએમઇ સેક્ટરના 4 અને મેઇનબોર્ડમાં આઇઆરસીટીસી, વિશ્વરાજ સુગર લિ.ના આઇપીઓથી પ્રાઇમરી માર્કેટમાં રમઝટ બોલાશે. નવરાત્રીના પ્રથમ દિવસે જ છ આઈપીઓ યોજાશે. આઇઆરસીટીસીનો રૂ. 645 કરોડનો આઇપીઓ બોલી લગાવવા આવી રહ્યો છે. એસએમઇ સેક્ટરના ખેલૈયા અને અમદાવાદ સ્થિત પ્રથમ કંપની ગોબ્લિન ઈન્ડિયા પણ 15.20 કરોડના એસએમઈ આઈપીઓ સાથે પ્રવેશી રહી છે. અન્ય 3 એસએમઈ આઈપીઓ પણ બીજા નોરતે ખુલશે.

ગોબ્લિન ઈન્ડિયા | ગોબ્લિન ઇન્ડિયા તા. 30 સપ્ટેમ્બરના રોજ રૂ. 15 કરોડના એસએમઇ આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ટ્રાવેલ એસેસરીઝ અને લગેજ ડિઝાઇન, માર્કેટિંગ તથા વેચાણ સાથે સંકળાયેલી કંપની નવી પ્રોડક્ટ્સ ડેવલોપમેન્ટ તથા લોન્ચ કરવા માટે વિસ્તરણ હાથ ધરી રહી છે. કંપની શેરદીઠ રૂ. 10ની ફેસવેલ્યુના અને રૂ. 51-51ની પ્રાઇસબેન્ડ સાથેના શેર્સ ઓફર કરશે.

મૂલ્યાંકન | ફન્ડામેન્ટલી મજબૂત કંપની. ઈપીએસ 3 વર્ષમાં અનુક્રમે રૂ. 9.33, રૂ. 45.59, અને રૂ. 50.83 રહી છે. ચાલુ વર્ષે 100 કરોડના ટર્નઓવરનો લક્ષ્યાંક ધરાવે છે.

(bijal121994@gmail.com)

કો
પ્રાઈમરી ઝોન
બિજલ નવલખા

IRCTC, વિશ્વરાજ અને ગોબ્લિનના IPOમાં રોકતાં પહેલા અભ્યાસ જરૂરી રહેશે
આઈઆરસીટીસી | ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિ. સરકારી કંપની છે. 315 થી 320ના પ્રાઈસ બેન્ડ સાથે કંપની 645 કરોડનુ ફંડ આઈપીઓ મારફત એકત્ર કરવાની યોજના ધરાવે છે. ઈશ્યૂ 30 સપ્ટેમ્બરે ખુલી 3 ઓક્ટોબરે બંધ થશે.

આઇઆરસીટીસી| નાણાંકીય કામગીરી
વિગત 2016-17 2017-18 2018-19

આવકો 1602.8 1569.5 1956.6

ચોખ્ખો નફો 229.1 220.6 272.6

ઈપીએસ (રૂ.) 14.32 13.79 17.04

ઈબીડીટા 20.4 18.6 19.9

IRCTC સામે રહેલાં બિઝનેસ પડકારો અને તકો એક નજરે...
કંપનીનો બિઝનેસ ભારતીય રેલવે પર આધારિત છે. આ સેગમેન્ટમાં અન્ય હરિફોને સ્થાન આપે તો હરિફાઈ વધી શકે.

ગુણવત્તાના સ્ટાન્ડર્ડ જાળવી રાખવા જરૂરી, અગાઉ આ અંગે ફરિયાદો થઈ છે.

ટ્રાવેલ-ટુરિઝમ ક્ષેત્રે વિભિન્ન હોટલ ચેઈન, એરલાઈનર્સ પડકારરૂપ, કંપની ગ્રોથ જાળવી રાખવામાં નિષ્ફળ

ઓનલાઈન ટિકિટિંગમાં સરકારે સર્વિસ ચાર્જ રૂ. 15થી 30 કર્યો જે અન્ય હરીફોની તુલનાએ વધુ

સરકારે ટેક્સનુ ભારણ 25.2 ટકા ઘટાડ્યુ છે. જો કે, ટેક્સ સંબંધિત રૂ. 225.7 કરોડના 95 કેસો પેન્ડિંગ છે. આ સેગમેન્ટમાં લિસ્ટિંગ કરાવનારી પ્રથમ કંપની.

શોર્ટ-મિડિયમ ટર્મ માટે ઇશ્યૂ યોગ્ય
IRCTC શોર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ રોકાણ માટે ઈશ્યૂ યોગ્ય છે. પરંતુ લોંગટર્મ કંપનીનુ ભવિષ્ય સ્પષ્ટ દેખાતુ નથી. જેથી બને તો ઈશ્યૂ ટાળવો હિતાવહ. લિસ્ટિંગ બાદ તેની ચાલ આધારિત ટ્રેડિંગ કરી શકાય.

વર્ષાન્ત સુધીમાં 15000 કરોડના IPO
રોકાણકારો માટે આનંદના સમાચાર : વર્ષના અંત સુધી 15,000 કરોડના આઈપીઓ

રૂ. 5,450 કરોડના આઈપીઓ માટે બજાજ એનર્જીએ સેબીની મંજૂરી મેળવી.

મેરિયોટ હોટલ ચેઈનનુ સામ્હી હોટલ્સ ગ્રુપે 2000 કરોડનો આઈપીઓ યોજવા ડ્રાફ્ટ ફાઈલ

ગો-એર, સ્પાઈસ જેટ પણ અંદાજિત રૂ.3000 કરોડનો આઈપીઓ યોજશે.

એલઆઈસી, જિયો રિટેલ, ફોનપે જેવી ટોચની કંપનીઓ પણ લિસ્ટિંગ કરાવશે.

વિશ્વરાજ સુગર ઈન્ડસ્ટ્રી

મૂલ્યાંકન |કર્ણાટક સ્થિત કંપની સુગર, ઈથેનોલ, વિનેગર જેવા સુગર સંબંધિત પ્રોડક્ટ્સ ઉત્પાદિત કરે છે. કંપની ઈથેનોલ બિઝનેસમાં વિસ્તરણ કરી રહી છે. હાલ સુગર સેક્ટરમાં મંદી છવાઈ છે. તેથી સમજી વિચારીન રોકાણકારોએ અરજીનો નિર્ણય લેવો.

ઈશ્યુ સાઈઝ

60 કરોડ

પ્રાઈસ બેન્ડ 55-60

તા.: 30 સપ્ટે.-4 ઓક્ટોબર

અન્ય સમાચારો પણ છે...