તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News National Conference Of Chancellors Of The University From 30 To 1 October 20 In The University 055521

વિદ્યાપીઠમાં 30થી 1 ઓક્ટોબર 20 યુનિ.ના કુલપતિની રાષ્ટ્રીય પરિષદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગૂજરાત વિદ્યાપીઠના ઓડિટોરિયમમાં 30 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ગાંધીજીના શિક્ષણ સબંધી વિચારો અને પ્રયોગો સહિતના મધ્યસ્થી વિચારો સાથે કુલપતિઓની રાષ્ટ્રીય પરિષદ યોજાશે. પરિષદનાં કુલ 6 સત્રમાં 30થી વધુ કુલપતિ, તજજ્ઞો, ટેકનોક્રેટ અને ગાંધીજીના ખાદી ગ્રામોદ્યોગ, નવી તાલીમ અને ઉચ્ચ શિક્ષણના અનેક પ્રયોગો કરનારી શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટીના પદાધિકારીઓ પોતાના વિષયો અંગે વ્યાખ્યાન આપશે. રાજ્યની 20 યુનિવર્સિટીના કુલપતિઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

એસોસિયેશન ઓફ ઇન્ડિયન યુનિવર્સિટી (એઆઈયુ)ના ઉપક્રમે આયોજિત આ કુલપતિ પરિષદમાં દક્ષિણ ભારત, ઉત્તર ભારત, પશ્ચિમ ભારતમાંથી 75 જેટલી શૈક્ષણિક સંસ્થાઓના કુલપતિઓ ઉપસ્થિત રહેશે. ભૂતપૂર્વ મંત્રી ડો. મહેશ શર્મા પણ કાર્યક્રમમાં હાજર રહેશે.

આ છ વિષય પર પરિસંવાદનું આયોજન
મહાત્મા ગાંધીજીનું નેતૃત્વ: આજના વિશ્વ માટે શીખવાના પાઠ.

વિશ્વશાંતિ અને સંપોષિત વિકાસ માટે ગાંધી મૂલ્યો.

સાંપ્રત્ત ભારત માટે માટે ગાંધી સૂચિત અર્થશાસ્ત્રની પ્રસ્તુતતા.

ગાંધી વિચારના ચાર સ્તંભો : સત્યાગ્રહ, સર્વોદય, સ્વરાજ, સ્વદેશીની સાંપ્રત સમયમાં પ્રસ્તુતતા

પરિવર્તનનુ સંચાલન, ગાંધી વિચાર અને આચારમાંથી આતંરદર્શન.

ગ્રામ સ્વરાજ: ગ્રામ વૃદ્ધિ અને સંપોષિતતા માટે સૂક્ષ્મ ગાંધી કાર્ય

અન્ય સમાચારો પણ છે...