તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Mother Tongue Project Priority In The Budget Of The School Board 035013

માતૃભાષા પ્રોજેક્ટને મ્યુનિ. સ્કૂલ બોર્ડના બજેટમાં પ્રાધાન્ય

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મ્યુનિ. સ્કૂલ બોર્ડ (નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ)ના શાસનાધિકારી દ્વારા વર્ષ 2019-2020નું ડ્રાફ્ટ બજેટ ચેરમેન સમક્ષ 7મી જાન્યુઆરીના રોજ રજૂ કરશે. આ બજેટ રજૂ કરવા માટેની તડામાર તૈયારીઓ થઇ રહી છે. ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર આ બજેટમાં સરકારના સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા માતૃભાષા પર ભાર મૂકવાના પ્રોજેક્ટને પ્રાધાન્ય અપાશે. આ ઉપરાંત અમદાવાદ શહેરને વર્લ્ડ હેરીટેજ સીટીનો દરજ્જો મળ્યો હોવાથી વારસાની જાળવણી તેમ જ મ્યુનિ. કમિશનરના સ્વચ્છ શહેરના અભિયાન આનુષાંગિક બાબતો માટે પણ બજેટ ફાળવણી કરવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે. ગત વર્ષે 671 કરોડનું બજેટ રજૂ થયું હતું.

સૌ પહેલાં મ્યુનિ. સ્કૂલ બોર્ડનું બજેટ રજૂ થયા બાદ વી.એસ. હોસ્પિટલ તેમ જ એમ.જી. લાયબ્રેરી અને એ.એમ.ટી.એસ.નું બજેટ રજૂ થાય છે. છેલ્લે મ્યુનિ. કોર્પોરેશનનું બજેટ રજૂ કરાય છે. નિયમ પ્રમાણે શાસનાધિકારી ડો. એલ.ડી. દેસાઇ દ્વારા સોમવારે ડ્રાફ્ટ બજેટ તૈયાર કરીને ચેરમેન સમક્ષ રજૂ કરશે. તેમાં સુધારા-વધારા બાદ કમિટી સમક્ષ રજૂ કરાશે.

અન્ય સમાચારો પણ છે...