તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News More Than 100 Vacancies In Subhash Bridge Garhwal Bawal Rto For A Year And A Half 055104

સુભાષબ્રિજ, વસ્ત્રાલ, બાવળા RTOમાં દોઢ વર્ષથી 100થી વધુ જગ્યાઓ ખાલી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુભાષબ્રિજ, વસ્ત્રાલ અને બાવળા આરટીઓમાં પીઆરઓ, સિનિયર ક્લાર્કથી લઇ જુનિયર ક્લાર્કની મળી વિવિધ વર્ગની 100 જેટલી જગ્યાઓ ખાલી છે. કેટલીક જગ્યાઓ તો દોઢ વર્ષથી ખાલી છે. આ આરટીઓમાં રોજના 10 હજારથી વધુ લોકોની અવરજવર છે ત્યારે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે.

સરકારે આરટીઓમાં ઓનલાઇન કામગીરીના આદેશ કર્યા છે. અરજદાર ઓનલાઇન પ્રક્રિયા કરી તેને કોઇ જવાબ ના મળે તો આરટીઓમાં ઇન્કવાયરી માટે આવે છે. પરંતુ પૂરતો સ્ટાફ જ નહીં હોવાથી અને કામગીરી વધુ હોવાથી અરજદારને સંતોષકારક જવાબ જ મળતો નથી. સુભાષબ્રિજમાં પીઆરઓ સસ્પેન્ડ થતાં અત્યાર સુધી એક પણ પીઆરઓ ન હતો. હવે એક હેડ ક્લાર્કને પીઆરઓનો ચાર્જ સોંપ્યો છે, તેની સાથે તેમને અન્ય વિભાગના પણ ચાર્જ સોંપાયા છે.

આવી સ્થિતિ મોટાભાગના હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની છે. જેના લીધે અરજદારોને સંતોષકારક જવાબ મળતો નથી. ઇન્સ્પેક્ટરો પણ આરટીઓ ઉપરાંત ચેકપોસ્ટ બંધ થવાથી જાહેર રસ્તા પર ચેકિંગની ડ્યૂટી બજાવતા હોવાથી લોકોની અરજીઓનો સમયસર નિકાલ કરી શકતા નથી. આરટીઓમાં સતત કામગીરી રહે છે.

‘ખાલી જગ્યાઓની સમીક્ષા કરાશે’
ખાલી જગ્યાઓ ભરવા માટે સમીક્ષા કરાઈ છે. આ સમીક્ષાનો રિપોર્ટ નવા સચિવને સુપરત કરાશે. જેના આધારે પીઆરઓ, હેડ ક્લાર્ક સહિત સિનિયર અને જુનિયર ક્લાર્ક સહિતની તમામ જગ્યાઓ ભરી દેવાશે. ચાલુ મહિનામાં જગ્યાઓ ભરી દેવાય તેવી આશા છે.

ખાલી જગ્યાઓની સ્થિતિ
કેટેગરી

પીઆરઓ

હેડ ક્લાર્ક

સિ.ક્લાર્ક

જુ. ક્લાર્ક

સુભાષબ્રિજ

03

10

87

-

વસ્ત્રાલ

01

04

06

20

બાવળા

01

02

04

07

ખાલી જગ્યા

04

09

43

16

અન્ય સમાચારો પણ છે...