તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોલેક્યુલ ડાયગ્નોસ્ટિક કિટથી સચોટ રિપોર્ટ મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંબાલાલ સારાભાઇ અેન્ટરપ્રાઇઝ (અેઅેસઈ)ની વડોદરા સ્થિત સીનબાયોટેકે અમેરિકાની કો-ડાયગ્નોસ્ટિક ઇન્ક સાથે કોલોબ્રેશન કરી કો-સારા ડાયગ્નોસ્ટિક પ્રા. લિ. કંપનીની સ્થાપના કરી છે. સીનબાયોટેક પ્રા. લિ.માં મોલેક્યુલ ડાયગ્નોસ્ટિક કિટનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરશે. આથી મચ્છરજન્ય અને ટીબી જેવાં સાત રોગો ઝીકા, ડેન્ગ્યુ અને ચિકન ગુનિયા જેવા રોગોનું નિદાન થતાં દર્દીની સારવાર ઝડપી બનશે.

સીનબાયોટેક પ્રા. લિમિટેડનાં સીઈઅો મોહલ સારાભાઇએ કહ્યું કે, અમેરિકાની કો-સારા ડાયગ્નોસ્ટિક ચેપી રોગને નાબૂદ કરતી સંપૂર્ણ મોલેક્યુલ કિટનું ઉત્પાદન અને વેચાણ કરશે. મોલેક્યુલર ઇન-વિટ્રો ડાયગ્નોસ્ટિક કિટથી ટીબી, ડ્રગ્સ રેસિસ્ટન્ટ ટીબી, હિપેટાઇટિસ બી અને સી, હ્યુમન પેપીલોમા વાઈરસ, અેચઅાઈવી અને ઝીકા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનું રિયલ ટાઈમ રિપોર્ટ મળશે. કો-ડાયગ્નોસ્ટિક ઇન્કના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ડો. મયુરાંકી અલમાઉલા અને પ્રોડક્ટ ડેવલપમેન્ટ ડૉ. રિબેકા ગાર્સિયાએ કહ્યું કે, અા ટેક્નોલોજી બે ડિઅેનઅે શ્રેણીને અેક શ્રેણીમાં ફેરવી જટિવ રિઅેક્શન પેદા કરીને પેથોજેન ડીઅેનઅેને સાંકળે છે.

અન્ય સમાચારો પણ છે...