દિવ્યાંગના સ્વાંગમાં ટ્રાઈસિકલ પર આવી ગઠિયો મસાજ કરાવતાં ગ્રાહકનો મોબાઈલ ચોરી ગયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગઠિયો દિવ્યાંગના સ્વાંગમાં ટ્રાઈસકલ પર હેરકટિંગ સલૂન પાસે આવી ઊભો રહ્યો.

ક્રાઈમ રિપોર્ટર | અમદાવાદ

શહેરના કાલુપુર વિસ્તારમાં દિવ્યાંગના વેશમાં ભીખ માંગવાનો ડોળ કરી અપંગની ટ્રાઇસિકલનો ઉપયોગ કરી ગઠીયો હેર કટિંગ સલૂનમાંથી રૂ.10 હજારનો મોબાઈલ ફોન લઈ ફરાર થઈ ગયો હતો.

આ અંગેની વિગત એવી છે કે, કાલુપુર સુઈગરાની પોળમાં રહેતા વેપારી હમઝાભાઈ જુસાની સોમવારે દુકાનેથી આવી રાતના સમયે ઘર નજીક આવેલા ખલાસીના ખાંચા પાસે આવેલી મોર્નિગ સ્ટાર નામની સલુનમાં બાલ-દાઢી કરાવવા માટે ગયા હતા. તે સમયે દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક નહતા. દરમિયાન હમઝાભાઈએ તેમનો મોબાઈલફોન સલૂનના ટેબલ પર મુકયો હતો. સલુનમાલિક ઐયુબભાઈએ તેમના ચહેરા પર મસાજની ક્રીમ લગાવી હતી અને પાંચ મિનિટ સુકાવા દેવી પડશે તેમ કહી હું સિગારેટ લઈને આવું છુ તેમ કહી બહાર ગયા હતા. આ સમય દરમિયાન ક્રીમ લાગેલુ હોઈ હમઝાભાઈએ આંખો બંધ કરી દીધી હતી. તેમને દુકાનમાં કોઈ આવ્યુ હોવાનો ભાસ થયો હતો પરંતુ તેમણે આંખો ખોલી જોયુ નહતુ.

પાંચેક મિનિટમાં ઐયુબભાઈ સિગારેટ લઈ પાછા આવ્યા હતા અને ચહેરાની સફાઈ કરી હતી.ત્યારબાદ હમઝાભાઈ ટેબલ પર પોતાનો ફોન લેવા જતા ફોન મળ્યો નહતો. આ અંગે હમઝાભાઈએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

2
ત્યાંથી પસાર થતી એક વ્યક્તિએ ગઠિયાને ભીખારી સમજી પૈસા પણ આપ્યા હતા.

3
રાહદારી જતાં જ ટ્રાઈસિકલમાંથી ઊભો થઈ સીધો દુકાનમાં પ્રવેશ્યો હતો.

4
મોબાઈલની ઊઠાંતરી કરી ઝડપભેર પાછો ગઠિયો ટ્રાઈસિકલ પર ભાગી છૂટ્યો હતો.

બાજુમાં આવેલી દુકાનના CCTVમાં ચોરી પકડાઈ
હમઝાભાઈએ સલુનની બાજુમાં આવેલી દુકાનના સીસીટીવી ચેક કરતા એક અજાણ્યો પુરુષ દિવ્યાંગની ટ્રાયસિકલમાં આવતો અને મોકો જોઈ ઉભો થઈ ચાલતો સલુનમાં ઘુસતો અને મોબાઈલની ચોરી કરી પાછો આવી સાયકલ લઈ ફરાર થતો નજરે પડયો હતો.

અન્ય સમાચારો પણ છે...