તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બોપલમાં મોબાઇલ એપથી મેચનો સટ્ટો રમતો યુવક પકડાયો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરભરમાંથી રવિવારે આઈપીએલની મેચ પર સટ્ટો રમતા 10થી વધુ લોકો પકડાયા બાદ સોમવારે વધુ એક વ્યક્તિની સટ્ટો રમવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે બોપલના પંચવટી બંગ્લોઝની સામે આવેલા રાઘે ફાર્મામાં રેડ કરી મેચ પર મોબાઇલ ફોનથી એક એપ્લિકેશન પરથી સટ્ટો રમનારા એક યુવકને ઝડપી પાડ્યો હતો. સોલા ગામની ઉક્તિ એલિગન્સમાં રહેતા 33 વર્ષીય કિનલ પટેલને ફોન એપથી સટ્ટો રમતો પકડવાની સાથે પોલીસે તેની પાસેથી રૂ. 29,570નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...