તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Marin Target39s Victory Kept The Hopes Of Pune39s Semi Finals Alive 020533

મારિન-લક્ષ્યની વિજયે પુણેની સેમી ફાઈનલની આશા જીવંત રાખી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ કેરોલિના મારિન અને એશિયન જુનિયર ચેમ્પિયન લક્ષ્ય સેને મળીને પૂણે 7એસ સામે સંઘર્ષ કરી રહેલા દિલ્હી ડેશર્સને 5-0થી હરાવીને પ્રીમિયર બેડમિન્ટન લિગની સિઝન 4માં સેમી ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી હતી. અત્રેના એસઈ ટ્રાન્સસ્ટેડિયાના અરેના પર 2012ના ઓલિમ્પિક સિલ્વર મેડાલિસ્ટ મિથિઆસ બોયેએ પણ જોરદાર વળતી લડત આપતા તેની ટીમ માટે મેન્સ ડબલ્સમાં ચિરાગ શેટ્ટી સાથે મળીનેમહત્વનો વિજય મેળવ્યો હતો. આ સાથે પૂણે 6 મેચમાં 5 જીત અને 17 પોઈન્ટ સાથે ત્રીજો ક્રમે પહોચી. જોકે, અવધ વોરિયર્સ ચોથા અને બેંગલુરૂ રેપટોર્સ પાંચમા ક્રમે છે અને પૂણે કરતા બે મેચ ઓછી રમ્યા છે ત્યારે વોરિયર્સ અને રેપટોર્સની મેચ પર ટીમના સેમીફાઇનલ પ્રવેશનો મદાર રહેશે. વિશ્વના નંબર 32 એવજેનિયા કોસેત્સકાયાનો મારિન સામે પરાજય થયો હતો. તેને પૂણેની સુકાનીએ માત્ર 20 મિનિટમાં હાર આપી હતી. મારિને ટાઈ 15-5, 15-6થી જીતી લીધી હતી. એશિયન જુનિયર ચેમ્પિયન લક્ષ્ય સેને તેના મોટા ભાઈ ચિરાગ સેનને 15-12, 15-11થી પરાજય આપ્યો હતો. એક સમયે ચિરાગે લક્ષ્યને લડત આપવા પ્રયાસ કર્યો પરંતુ તેણે કરેલી ભૂલ તેને ભારે પડી હતી. પૂણેએ દિલ્હીની ટ્રમ્પ પેર મનીપોંગ જોંગજિત અને ચાય બિયાઓની જોડી સામે મેથિઆસ બોય અને ચિરાગ શેટ્ટીને ઊતાર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...