તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મલેશિયામાં યુવકોને ગોંધી રાખવાના કેસમાં 50 લાખ કબજે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમદાવાદના યુવાનોને મલેશિયામાં ગોંધી રાખી રૂ. 10 લાખની ખંડણીના કેસમાં ક્રાઈમબ્રાન્ચે દિલ્હીની એક મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી રૂ. 50.90 લાખ કબ્જે કર્યા છે. જ્યારે બીજી એક ટીમ તામિલનાડુમાં તપાસ ચલાવી રહી છે. મણિનગરમાં રહેતા તુષાર પટેલ, પ્રણવ સોનગઢે અને મયૂર પ્રજાપતિને લઈને એજન્ટ વિશાલ જાની મલેશિયા ગયો હતો, જ્યાં ઓસ્ટ્રેલિયન કંપનીમાં નોકરી માટે ઈન્ટરવ્યુ આપવાની વાત થઈ હતી. દરમિયાન તેમને એક હોટલના રૂમમાં ગોધી રાખ્યા હતા અને ક્રાઈમ બ્રાન્ચની મદદથી ચારેનો છુટકારો થયો હતો. ચારેની પુછપરછમાં તેમણે રૂ.10 લાખની રકમ અપહરણકારોને ચુકવી હોવાનું જાણવા મળતા ક્રાઈમ બ્રાંચની બે ટીમો દિલ્હી અને તમિલનાડુ રવાના કરવામાં આવી હતી. દરમિયાન દિલ્હીમાં ઈમરાના નામની મહિલાના બેંક એકાઉન્ટમાં મલેશિયાથી રૂ. 50.90 લાખ જમા થયા હોઈ પોલીસે તે પૈસા કબજે કર્યા હતા. ઈમરાનાના પતિ ઈરફાનને મલેશિયાના કુઆલાલમપુરમાં કાપડનો ધંધો કરતા મુળ દિલ્હીના મુબસ્સીર પાસેથી પૈસા લેવાના નીકળતા હોઈ આ પૈસા તેના એકાઉન્ટમાં મોકલાયા હોવાનું ક્રાઈમ બ્રાંચની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જ્યારે તમિલનાડુમાં ગયેલી ટીમે પણ એક મહિલાના બેન્ક એકાઉન્ટમાં પૈસા જમા કરાવાયા હોવાનું શોધી તે મહિલાની ઓળખ કરી લીધી હોવાનું સૂત્રોમાંથી જાણવા
મળે છે.

મલેશિયામાં યુવાનોને ગોંધી ખંડણી માગવાના કેસમાં ક્રાઈમબ્રાન્ચે દિલ્હીની મહિલાના ખાતામાંથી પૈસા મેળવ્યા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો