તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Ahmedabad News Malabar Hill Jain Sangh Will Deliver Food To The Needy Till Lockdown 055032

મલબાર હિલ જૈન સંઘ લૉકડાઉન સુધી જરૂરિયાતમંદોને ભોજન પહોંચાડશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ | જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંત જયસુંદર સૂરિશ્વરજી મ.સા. તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત મહાબોધિ સૂરિશ્વરજી મ.સા.ના આશીર્વાદથી લૉકડાઉન સમયે જરૂરિયાતમંદો માટે ભોજન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મલબાર હિલ જૈન સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર શાહ તથા હેમંત શાહે ફૂટપાથ પર સૂતા નિ:સહાય ગરીબોને ખીચડી-કઢીનું વિતરણ કર્યું હતું. આ કાર્યમાં દરેકનો સહકાર મળ્યો. લોકોએ 1 લાખ 50 હજાર જેટલું ભંડોળ આપ્યું. 80થી 100 વ્યક્તિઓને સવારે ચા-નાસ્તો અને સાંજે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ રહી છે. અમારી પાસે ભંડોળ આવશે તેમ તેમ અમે વધારેમાં વધારે વ્યક્તિને ભોજન તૈયાર કરીશું . આ ભોજન શુદ્ધ સાત્વિક અને જૈન પદ્ધતિ પ્રમાણે બનાવવામાં આવે છે, જેનું સંચાલન વસ્ત્રાપુરના મલબાર જૈન સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર શાહ તથા કમિટી મેમ્બર હેમંતભાઈ કરી રહ્યા છે.
અન્ય સમાચારો પણ છે...