તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટેટ લેવલ ચેમ્પિયનશિપમાં મૈથિલી અને દીયાને ગોલ્ડ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

તાજેતરમાં કરાટે ડો ફેડરેશન-ગુજરાત દ્વારા સબ જુનિયર અને સિનિયર લેવલની સ્ટેટ લેવલની ચેમ્પિયનશિપ આણંદ ખાતે યોજાઈ હતી. જેમાં 400 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદથી કોચ હૃદય ભટ્ટ, રજત ગોહેલ અને દેવલ ભટ્ટના કોચિંગ હેઠળ શીતો રિયુ કરાટે એકેડમી ઓફ ઈન્ડિયાના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરતા કાતા, કુમિતે અને ટીમ કાતામાં 6 ગોલ્ડ, 2 સિલ્વર અને 7 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા. સબ જુનિયર ગર્લ્સમાં યશવી યાદવે કુમિતેમાં સિલ્વર, મૈથિલી ગોહિલે કુમિતેમાં ગોલ્ડ અને કાતામાં બ્રોન્ઝ, દીયા પંચાલે કુમિતેમાં ગોલ્ડ અને નેત્રા પ્રધાને કાતામાં બ્રોન્ઝ જીત્યો. સબજુનિયર બોય્ઝમાં મોહિત પાંડે અને કુશાગ્ર માથુરે કુમિતેમાં ગોલ્ડ તથા દક્ષ ઠક્કરે કાતામાં બ્રોન્ઝ જીત્યો. સિનિયર ગર્લ્સ કેટેગરીમાં મૈત્રી પટેલ અને શ્વેતા શર્માએ કુમિતેમાં અનુક્રમે ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા. સિનિયર બોય્ઝમાં કુશલ શાહે કુમિતેમાં ગોલ્ડ અને કાતામાં બ્રોન્ઝ જીત્યો. જ્યારે સિનિયર બોય્ઝ ટીમ કાતામાં કુશલ શાહ, સિદ્ધાર્થ ચાવડા અને હેતાંશ પટેલે બ્રોન્ઝ મેડલ જીત્યો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો