તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મેગી, કિટકેટ-નેસ્કેફે બનાવતી નેસ્લે કંપનીને 90 કરોડનો દંડ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નેશનલ એન્ટી પ્રોફિટરિંગ ઓથોરિટી (એનએએએ)એ રોજિંદા જીવન જરૂરિયાત પ્રોડક્ટ્સ બનાવતી કંપની નેસ્લે પર જીએસટીમાં ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી ન પહોંચાડવા બદલ રૂ. 90 કરોડની પેનલ્ટી ફટકારી છે. એનએએ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં જાણવા મળ્યુ છે કે, કંપનીએ જીએસટી રેટ કટનો લાભ તમામ પ્રોડક્ટ સુધી પહોંચાડ્યો નથી. અમુક સ્ટોક કિપિંગ યુનિટમાં જીએસટી રેટ કટ ન મુકતાં ગ્રાહકો પાસેથી વધુ કિંમત વસૂલી નફો કર્યો છે.

આ અંગે કંપનીના પ્રવક્તાએ જણાવ્યુ છે કે, નેસ્લે ઈન્ડિયા તમામ ગ્રાહકો સુધી જીએસટીનો લાભ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. અમે એનએએના તમામ નિર્દેશોને ધ્યાનમાં રાખી પગલાં હાથ ધરીશું. જીએસટી રેટ કટનો લાભ એક તો એમઆરપીમાં ઘટાડો કરી તથા બીજુ પ્રોડક્ટના જથ્થામાં ઘટાડો કરીને પહોંચાડી શકાય છે.

જ્યારે સ્ટોક કિપિંગ યુનિટ આધારિત જીએસટીનો લાભ આપવો વ્યવહારિક નથી. એનએએ નેસ્લેને નિર્દેશ આપ્યો છે કે, તે કિંમતોમાં સમાન રેશિયામાં ઘટાડો કરે.

અમુક સ્ટોક કિપિંગ યુનિટમાં જીએસટી રેટ કટ ન મુકતાં ગ્રાહકો પાસેથી વધુ કિંમત વસૂલી નફો કર્યો છે.નેસ્લેએ જીએસટી સ્લેબમાં કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલા ફેરફારનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડ્યો નથી. જે ગેરકાયદેસર અને અસમાનતા ધરાવે છે. જીએસટી કાઉન્સિલે સ્લેબ ઘટાડાનો લાભ તમામ સુધી પહોંચાડી વેપાર કરવા નિર્દેશ કર્યો હતો.

બાકી રકમ 18% GST સાથે ચૂકવવી પડશે
મેગી નુડલ્સ, કિટકેટ ચોકલેટ, અને નેસ્કેફે બનાવતી કંપની નેસ્લેએ રૂ. 89.73 કરોડની પેનલ્ટીમાંથી 73.14 કરોડ જમા કરાવવાના છે. બાકીની રકમ ગ્રાહક કલ્યાણ કોષમાં ગતવર્ષે જમા કરાવી હતી. રેગ્યુલેટરે નિર્દેશમાં જણાવ્યુ છે કે, પેનલ્ટીની બાકી રકમ 18 ટકા વ્યાજ સાથે આગામી 3 મહિનામાં કેન્દ્ર અને રાજ્ય સરકારના ગ્રાહક કલ્યાણ નીધિમાં જમા કરાવવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...