તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદમાં રમાયેલી સ્નૂકર ટૂર્નામેન્ટમાં મધ્ય પ્રદેશના ખેલાડીએ બાજી મારી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓલ ઈન્ડિયા ઓપન 6 રેડ સ્નૂકર ટૂર્નામેન્ટમાં હુસૈન ચેમ્પિયન બન્યો
મોહમ્મદ હુસૈન ખાને ટૂર્નામેન્ટની રોમાંચક ફાઈનલમાં હિમાંશુ જૈનને માત આપી
એલિસબ્રિજ જીમખાના ખાતે યોજાયેલી ટૂર્નામેન્ટની ફાઈનલમાં મધ્ય પ્રદેશના મોહમ્મદ હુસૈન ખાને તેલંગાણાના હિમાંશુ જૈનને માત આપી ઓલ ઈન્ડિયા 6 રેડ સ્નૂકર ટૂર્નામેન્ટનું ટાઈટલ જીત્યું હતું. ગુજરાત સ્ટેટ બિલિયર્સ એસોસિએશન અને આયવરી બોલ્સ દ્વારા આયોજીત આ ટૂર્નામેન્ટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 250 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. બંને યુવા ખેલાડીઓએ સ્નૂકરના દિગ્ગજ ખેલાડીઓને માત આપી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી. બેસ્ટ ઓફ 13 ફ્રેમ્સની ફાઈનલમાં પ્રારંભિક 3 ફ્રેમ ઝડપથી પોતાના નામે કરતા હુસૈન સરળતાથી જીતી જશે તેવું લાગ્યું હતું, તે પછી તેણે પોતાની લીડ 5-1 અને 6-2એ પહોંચાડી હતી. જોકે નવમી ફ્રેમ આવતા-આવતા હુસૈને નિયંત્રણ ગુમાવ્યું જોવા મળ્યું. હિમાંશુએ તકનો લાભ લઈ મજબૂત રિકવરી સાથે સ્કોર 6-6એ પહોંચાડ્યો હતો.

મજબૂત કમબેક કર્યા બાદ હુસૈનના સ્થાને હિમાંશુ ટાઈટલ જીતવાનો દાવેદાર બન્યો, જોકે હિમાંશુએ રમત દરમિયાન કરેલી ભૂલના કારણે હુસૈનને કમબેક કરવાની તક મળી. સુરક્ષિત અને સ્કોરિંગ શૉટ્સ થકી હુસૈને ઓલ ઈન્ડિયા સ્નૂકર ચેમ્પિયનશિપનું ટાઈટલ પોતાના નામે કર્યું હતું. આ અગાઉ હિમાંશુ જૈને પૂર્વ પ્રોફેશનલ પ્લેયર અને વર્તમાન ટીમ ચેમ્પિયન આદિત્ય મેહતાને 6-3થી અને હુસૈને રેલવેના પુષ્પેન્દ્ર સિંઘને 6-1થી માત આપી ફાઈનલમાં એન્ટ્રી કરી હતી.

સ્નૂકર ટૂર્નામેન્ટ
સિટી રિપોર્ટર . અમદાવાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો