ગ્રાહક બનીને આવેલી ટોળકી 15 મિનિટમાં લકી ચોરી ગઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નારણપુરામાં રહેતા ચિંતન શાહ સાયન્સ સિટીમાં આંગી જવેલર્સ નામની દુકાન ધરાવે છે. 4 મેના રોજ તેમની દુકાનમાં 2 મહિલા અને 1 પુરુષ ગ્રાહક બનીને આવ્યા હતા. તેમણે પહેલા સોનાની ચેઈન જોવાની વાત કરતા ચિંતનભાઈના કર્મચારી ગૌતમભાઈએ ચેઈન બતાવી હતી. દરમિયાનમાં તેમણે લકી જોવાની વાત કરતા ગૌતમભાઇ તેમને લકી બતાવી રહ્યા હતા ત્યારે તે ત્રણેય જણાંએ ગૌતમભાઇની નજર ચૂકવી રૂ.36 હજારની કિંમતની લકી ચોરી લીધી હતી. તેઓ લકી ચોરીને જતા રહ્યા બાદમાં સ્ટોકમાં લકી ઓછી જણાતા સીસીટીવી ચેક કર્યા હતા. જેમાં તે જ 2 મહિલા અને પુરુષ લકી ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતુ. આ અંગે ચિંતનભાઇ શાહે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...