તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખોટ કરતી AMTSનું બજેટ વધશે, 100 CNG બસ ખરીદશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | મ્યુનિ. સંચાલિત એએમટીએસ, એમજે લાઈબ્રેરીનું 2020-21 માટેનું તેમનું બજેટ સોમવારે રજૂ થવાની શક્યતા છે. એએમટીએસનું ગયા વર્ષનું બજેટ 481.98 કરોડ હતું, જેમાં ચાલુ વર્ષે 100 સીએનજી બસો ખરીદવાનો નિર્ણય લેવાયો હતો.

AMTS-એમ.જે. લાઈબ્રેરીનું સોમવારે બજેટ
ગયા વર્ષે એએમટીએસનું કુલ બજેટ રૂ. 481.98 કરોડ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં એએમટીએસની આવક રૂ. 134.30 કરોડ સામે બાકીની ખૂટતી રકમ રૂ. 339 કરોડ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી લોન પેટે લેવામાં આવ્યા હતા. સતત ખોટમાં જતાં એએમટીએસના બજેટમાં આ વખતે પણ વધારો થવાની શકયતા છે.

મ્યુનિ. દ્વારા એએમટીએસ માટે 100 જેટલી સીએનજી બસો ખરીદાશે. આ બજેટમાં પણ એએમટીએસને વધુ સુદૃઢ બનાવવા માટેની જોગવાઇઓ રજૂ થવાની શક્યતા છે.

આ ઉપરાંત એમ.જે. લાઇબ્રેરીનું પણ બજેટ આ વખતે રજુ થાય તેમજ તેમાં રિનોવેશન સહિતની કેટલીક બાબતોનો સમાવેશ કરાય તેવી શક્યતા છે. ગયા વર્ષે એમજે લાયબ્રેરીનું 13.47 કરોડનું બજેટ હતું. જે પણ સોમવારે રજૂ થવાની શક્યતા જોવાઇ રહી છે. સાથે વીએસ હોસ્પિટલનું પણ ગયા વર્ષે જે 231.36 કરોડનું બજેટ મંજુર થયું હતું તેમાં આ વખતે સુધારો આવે તેવી શક્યતા જોવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો