તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખોખરામાં રાહદારી મહિલાના ગળામાંથી સોનાના દોરાની લૂંટ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના ખોખરા વિસ્તારમાં ગોરના કુવા પાસે ક્રિષ્ના બંગલોઝમાં રહેતા રંજનબેન શાંતિલાલ પ્રજાપતિ ( 60) સોમવારે સાંજના સુમારે પોતાના ઘર પાસેથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન એકટીવા પર આવેલા બે અજાણ્યા 25 થી 30 વર્ષના આશરાના પુરુષો તેમની નજીક આવ્યા હતા. રંજનબેન કંઈ વિચારે તે પહેલા એકટીવાની પાછળ બેઠેલા એક પુરુષે તેમના ગળામાંથી સોનાની ચેઈન કિંમત રૂ.60 હજારની લુટી નાશી ગયા હતા. આ અંગે રંજનબેને ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે . આ કેસની તપાસ પોસઈ એચ.બી. પરમાર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...