તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Ahmedabad News Liu Singh Who Claims To Be The Wife Of Ias Gaurav Dahiya Wrote To The Daughter 39this Year Your Father Should Honor You39 055200

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

IAS ગૌરવ દહિયાની પત્ની હોવાનો દાવો કરતી લીનુ સિંઘે દીકરીને લખ્યું, ‘આ વર્ષે તારા હાથે તારા પિતાનું શ્રાદ્ધ કરજે’

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

લાંબા સમય ચાલી શાંત પડેલો આઇએએસ ઓફિસર ગૌરવ દહિયાનો વિવાદ ફરી પાછો સપાટી પર આવ્યો છે. દહિયાની પત્ની હોવાનો દાવો કરી રહેલા લીનુ સિંઘે બુધવારે રાત્રે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર દીકરીનો ફોટો પોસ્ટ કરીને ગૌરવ દહિયા પર રોષ ઠાલવ્યો હતો. ગુસ્સાભરી આ પોસ્ટમાં લીનુ સિંઘે દીકરીને કહ્યું હતું કે આ વર્ષે તું તારા હાથે પિતાનું શ્રાદ્ધ કરજે કેમ કે તારા પિતા હવે તારા માટે મરી ગયા છે. મને વિશ્વાસ છે કે તિરૂપતિ બાલાજી તેને (દહિયાને) તેના ઘૃણાસ્પદ કૃત્યો માટે સજા કરશે. સિંઘે દીકરીને સંબોધીને એમ પણ કહ્યું હતું કે તારા હાથોમાં ઇશ્વર દ્વારા લવ લાઇન લખવામાં નથી આવી પણ તને દુનિયાભરનો પ્રેમ પ્રાપ્ત થયો છે.

પોસ્ટ વાંચ્યા પછી ભાસ્કરે લીનુ સિંઘ સાથે પોસ્ટ મુદ્દે વાત કરી હતી ત્યારે લીનુ સિંઘે કહ્યું, મારે ભગવાન પાસે કશુંય જોઇતું નથી. માત્ર મારી દીકરીને તેનો બાપ મળે તે જ મારી ઇચ્છા છે. ગૌરવ દાવો કરે છે કે મેં બીજા કોઇ સાથે લગ્ન કર્યા છે. જે ખોટું છે. મારા ક્યારેય કોઇની સાથે લગ્ન નથી થયા. હું વારંવાર કહી રહું છું કે જો ગૌરવ સાચો હોય તો મારી દીકરીનો ડીએનએ ટેસ્ટ કરાવી લો.

આટલો સમય કેમ ચૂપ હતાં તેમ પૂછાતાં સિંઘે જણાવ્યું હતું કે, હું છેલ્લા કેટલાક મહિનાથી મેડિકલના ફાઇનલ યરની એક્ઝામ આપી રહી હતી. જેથી મારું ધ્યાન અભ્યાસમાં હતું. ગૌરવ ખોટી અફવાઓ ફેલાવે છે કે હું મેડિકલ સ્ટુડન્ટ નથી પરંતુ એમસીઆઇમાં હું રજિસ્ટર્ડ સ્ટુડન્ટ છું.

લીનુ સિંઘે હજુ પણ પોતાનાં ઇન્સ્ટા એકાઉન્ટનાં પ્રોફાઇલ પિક્ચરમાં તેનો અને ગૌરવ દહિયાનો લગ્ન વખતનો ફોટો રાખ્યો છે. એટલું જ નહીં, ઇન્સ્ટા હેન્ડલમાં પણ લિનાનાં નામ પછી ગૌરવ દહિયા રાખ્યું છે. મારી દીકરીને એણે ભગવાન તિરૂપતિ પાસે માંગીને લીધી છે. જો એ સાચો છે તો ડીએનએ કેમ નથી કરાવતો.

લીનુએ કહ્યું કે, કેસની કોઇ યોગ્ય પ્રગતિ નહીં થતાં હવે હું મારી દીકરીને લઇને ગાંધીનગર આવીને ધરણાં કરીશ. ભાસ્કરે દહિયાનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે સંપર્ક થઇ શક્યો ન હતો.

_photocaption_લીનુ સિંઘે ઈન્સ્ટાગ્રામ પર લખેલી પોસ્ટ અને ગૌરવ દહિયા સાથેની ફાઈલ તસવીર. *photocaption*
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો