ઈન્ડિયન આર્ટ પર લાઈફસ્ટાઈલ- હોમ ડેકોર પ્રોડક્ટ એક્ઝિબિટ કરાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સીટી કન્વેનશન સેન્ટર ખાતે ચાર દિવસીય માટે અમદાવાદ શોપિંગ બજાર અને ફર્નિચર એન્ડ ડેકોર શોનું આયોજન કરાયું હતું. આ ફેસ્ટિવલ માં બાળકો થી લઈને દરેક વયના વ્યક્તિ મજા માણી શકે તે માટે સાંજે 6 થી રાત્રીના 10 વાગ્યા સુધી મ્યુઝીક નાઈટ, ફન એક્ટિવિટિસ અને શોપિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બજારમાં હસ્તકલા, ઘરની સજાવટ અને આર્કિટેક્ચર અને ડિઝાઇનિંગને લઈને ઘણી નવી પ્રોડક્ટ એક્ઝિબિટ કરવામાં આવી છે. આ એક્ઝિબિશનમાં મુંબઈ,દિલ્હી, કોલકાતા, બેંગ્લોર, અમદાવાદ સહીત 25 થી વધારે શહેરો માંથી 400 થી વધુ આર્ટિટેક્ચર અને ડિઝાઈનર્સે તેમનાં ડિઝાઈન એક્ઝિબિટ કર્યા છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ શોપિંગ બજાર માં કિડ્સ વર્કશોપ, ફ્લુઇડ પેન્ટિંગ, આર્ટ એન્ડ ક્રાફટ સહિત કન્ઝયુમર પ્રોડક્ટ્સ, ગાર્મેન્ટ્સ, હોમ ડેકોરેશન, ફર્નિચર, ફેશન જ્વેલરી, કોસ્મેટિક્સ, પર્ફ્યુમ્સ, બ્યુટી પ્રોડક્ટ્સ, હર્બલ પ્રોડક્ટ્સ, હેન્ડલુમ પ્રોડક્ટ્સ, લેધર પર્સ, શૂઝ, અને ઘણા બધા લાઇફસ્ટાઇલ પ્રોડક્ટ્સ જોવા મળ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...