14 નવેમ્બરે યંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કાર્યક્રમ
ખેલમહાકુંભ પૂર્ણ થયાબાદ જીલ્લા લેવલ પર યંગ ટેલેન્ટ સિલેક્શન પ્રક્રિયા યોજાય છે. જેના ભાગરૂપે અમદાવાદમાં નિકોલ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે યંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કાર્યક્રમ 14 નવેમ્બરના રોજ સવારે 7 વાગે યોજાશે. યંગ ટેલેન્ટ આઈડેન્ટિફિકેશન કાર્યક્રમમાં અંડર 9 અને અંડર 11 ખેલાડીઓ ભાગ લેશે. સિટીની ઝોન કક્ષાએ 1થી 8 ક્રમાંકે વિજેતા બનેલા ખેલાડીઓ ભાગ લેશે. સ્પર્ધામાં અમદાવાદ સિટી અને ગ્રામ્ય એમ કુલ થઇને 600થી વધુ ખેલાડીઓ ભાગ લેશે. સિલેકશનમાં પસંદગી પામેલા ખેલાડીઓ આગામી દિવસોમાં સ્ટેટ લેવલ પર યોજાનારી સિલેક્શન પ્રક્રિયામાં પણ ભાગ લેશે. સ્ટેટ લેવલની સ્પર્ધામાં સિલેક્ટ પામેલાં ખેલાડીઓને સરકાર દ્વારા ચાલતી ડી.એલ.એસ.એસ. સ્કૂલમાં વિનામૂલ્યે પ્રવેશ પણ આપવામાં આવશે.
City Sports