• Gujarati News
  • મોદીની મુલાકાત : ગાંધીનગર, રાજકોટમાં 5000 પોલીસ મોકલાઈ

મોદીની મુલાકાત : ગાંધીનગર, રાજકોટમાં 5000 પોલીસ મોકલાઈ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડાપ્રધાનનરેન્દ્ર મોદી 29 અને 30 જૂને ગુજરાત આવી રહ્યા છે. તેને પગલે રાજકોટમાં રોડ-શૉ માટે અમદાવાદ તેમજ અન્ય શહેરોમાંથી 3થી 4000 પોલીસ કર્મચારી જ્યારે અન્ય 2000 પોલીસ કર્મચારીઓને ગાંધીનગરમાં બંદોબસ્ત માટે મોકલી દેવાયા છે. મોદી ગાંધી આશ્રમમાં આવવાના હોવાથી ત્યાંના બંદોબસ્ત માટે પણ મોટો કાફલો તહેનાત રખાશે.

મોદીની મુલાકાતને ધ્યાનમાં રાખીને મંગળ‌વારે સમગ્ર શહેરમાં કોમ્બિંગ નાઈટ આપવામાં આવી હતી. દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપી અને ડીસીપી કક્ષાના અધિકારીઓને પરિણામ લક્ષી વાહન ચેકિંગ તેમજ હોટલો-ગેસ્ટ હાઉસો ચેક કરવા સૂચના અપાઈ હતી. ગાંધી આશ્રમની મુલાકાતને ધ્યાનમાં રાખીને સુરક્ષાને લઇને મંગળવારે દિવસ દરમિયાન પોલીસ અધિકારીઓ મિટિંગોમાં વ્યસ્ત રહ્યા હતા.