• Gujarati News
  • National
  • PMની 2 કરોડની લોનની જાહેરાત છતાં બેન્કો ધિરાણ આપતી નથી

PMની 2 કરોડની લોનની જાહેરાત છતાં બેન્કો ધિરાણ આપતી નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લઘુ-મધ્યમ ઉદ્યોગને ઝડપી ધિરાણ આપવા ચેમ્બરનો સરકારને અનુરોધ

દેશનાવિકાસમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો નોંધપાત્ર ફાળો છે. એમએસએમઈ, કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (જીડીપી)માં તેમજ નિકાસમાં પણ સારું યોગદાન આપે છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ આડે ધિરાણની અપૂરતી સુવિધા, માળખાગત સુવિધા, જીઆઈડીસીના પ્રશ્નો, જીપીસીબીના પ્રશ્નો સહિતની સમસ્યાઓ જવાબદાર છે. લઘુ ઉદ્યોગોને ઝડપી ધિરાણ સહિતની સુવિધા પૂરી પાડવા અનુરોધ કરાયો છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી અને લઘુઉદ્યોગ ભારતીના ઉપક્રમે ‘એમએસએમઈ ડે’ની ઉજવણી નિમિત્તે સેમિનાર યોજાયો હતો. ચેમ્બરના પ્રમુખ શૈલેષ પટવારીએ જણાવ્યું કે, દેશમાં 60 ટકાથી વધુ એમએસએમઈ કાર્યરત છે અને દેશના વિકાસમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગોનો સારા પ્રમાણમાં ફાળો આપે છે અને લાખો લોકોને રોજગારી પૂરી પાડે છે. વડાપ્રધાને એમએસએમઈ સેક્ટરને રૂ. 2 કરોડની લોન આપવા અંગે જાહેરાત કરી છે. આમ છતાં બેન્કો દ્વારા લઘુ અને મધ્યમ ઉદ્યોગોને ઝડપી અને સરળતાથી ધિરાણ મળતું નથી. લઘુઉદ્યોગને સરળતાથી ધિરાણ મળે તે માટે બેન્કોના કાયદા અને જોગવાઈઓમાં સુધારો કરવા જોઈએ. ધિરાણ આપવા ઉપરાંત વીજળી, રસ્તા, પાણી, સહિતની માળખાગત સુવિધાઓ પૂરી પાડીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરના વિકાસને વેગ આપવો જોઈએ.

જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રદીપ જૈને જણાવ્યું હતું કે, જીએસટીનો અમલ થતાં 16 કાયદા રદ થશે. ચેકપોસ્ટો, સી-ફોર્મ, એફ- ફોર્મ રદ થશે, વેટ નાબૂદ થશે, જુદા જુદા અધિકારી સમક્ષ જવું પડશે નહીં. જીએસટી અમલી બનતાં 30 દિવસમાં સ્ટોકની વિગતો આપવાની રહેશે અને સ્ટોક છેલ્લાં 1 વર્ષમાં ખરીદ્યો હોવો જોઈએ તેમજ 6 મહિનાના રિટર્ન ફાઈલ કરેલા હશે તો ઈનપુટ ટેક્સ ક્રેડિટ મળશે.

અન્ય સમાચારો પણ છે...