• Gujarati News
  • National
  • બગોદરામાં પ્લોટિંગના નામે કરોડોની ઠગાઈ કરનાર સીમા કપૂરની ધરપકડ

બગોદરામાં પ્લોટિંગના નામે કરોડોની ઠગાઈ કરનાર સીમા કપૂરની ધરપકડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બગોદરામાંગુડલક હોમ્સના નામે પ્લોટિંગની સ્કીમ બહાર પાડીને તેમજ સન સ્ટાર ક્બલના ઓથા હેઠળ મેમ્બરો બનાવીને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર સેપ્રન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા.લિ. ના ડિરેક્ટર સીમા રમણ કપૂરની આનંદનગર પોલીસે ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે સીમાના પતિ રમણ કપૂરની દિલ્હી પોલીસે 3 દિવસ પહેલા ધરપકડ કરી હતી. દંપતી વિરુદ્ધ દિલ્હી, મુંબઈ તેમજ ગુજરાતમાં વડોદરા, હિંમતનગર, સેટેલાઈટ અને આનંદનગર પોલીસ સ્ટેશનોમાં છેતરપિંડીના ગુના નોંધાયા છે.

સીમા કપૂર અને તેના પતિ રમણ કપૂરે બગોદરામાં માસિક હપતેથી પ્લોટ, મકાન, બંગલાની સ્કીમ બહાર પાડીને લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લીધા હતા. સાથે તેમણે સન સ્ટાર ક્લબમાં મેમ્બરો બનાવવાના બહાને પણ લોકો પાસેથી લાખો રૂપિયા ઉઘરાવી લીધા હતા. બંને સ્કીમ હેઠળ લોકો પાસેથી પૈસા ઉઘરાવી લઇ દંપતીએ પ્લોટ, મકાન કે બંગલા નહીં આપીને છેતરપિંડી કરી હતી.

જેથી ભોગ બનનારા લોકોએ ફરિયાદો નોંધાવી હતી. હજુ તો સેટેલાઈટ પોલીસે 29 જૂને રમણ કપૂરને ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લાવવાની છે.

મોટી રકમ સાથે સીમા હાજર થઇ?

3દિવસ પહેલા રમણ કપૂર રહસ્યમય રીતે દિલ્હી પોલીસના હાથમાં આવી ગયો હતો. જ્યારે મંગળવારે આનંદનગર પોલીસે તેની પત્ની સીમાની ધરપકડ કરી છે. જો કે સીમા કપૂર મસ મોટી રકમ આપીને પોલીસ સમક્ષ હાજર થઇ હોવાની ચર્ચા ચાલે છે.

3 મહિનાથી ફરાર સીમાનો પતિ રમણ કપૂર 3 દિવસ પહેલા દિલ્હીમાં ઝડપાયો હતો

અન્ય સમાચારો પણ છે...