• Gujarati News
  • ડિગ્રી ઇજનેરીમાં મોકરાઉન્ડના રિઝલ્ટ પછી 24 હજાર બેઠક ખાલી

ડિગ્રી ઇજનેરીમાં મોકરાઉન્ડના રિઝલ્ટ પછી 24 હજાર બેઠક ખાલી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડિગ્રી ઇજનેરમાં પ્રવેશ માટે 42341 વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ડિગ્રી ઇજનેરીની કુલ 69 હજાર બેઠકો છે. જેમાંથી 59 હજાર બેઠકો ભરાશે. મોક રાઉન્ડમાં 38510એ ભાગ લીધો હતો. જેમાં 34782 વિદ્યાર્થીઓને બેઠકો ફાળવવામાં આવી છે. અંદાજે 24 હજારથી વધુ બેઠકો ખાલી રહી છે. હવે 27મી જૂનથી 2 જુલાઇ સુધી ફાઈનલ ચોઇસ ફિલીંગ થશે. 5મી જુલાઇએ ફાઈનલ સીટ એલોટમેન્ટ કરાશે. ચાલુ વર્ષે પણ બેઠકો ખાલી રહેશે. મોટાભાગના વિદ્યાર્થીઓને તેમની મનપસંદ બ્રાન્ચમાં પ્રવેશ મળી શકશે.

ડિપ્લોમામાં રજિસ્ટ્રેશન પૂરું થયું છે. કુલ 40068 ઉમેદવારો પૈકી 39725 વિદ્યાર્થીઓનું પ્રોવિઝનલ મેરિટ જાહેર કરાયું હતું. 94.12 ટકા સાથે વિદ્યાર્થીની નંબર એક ઉપર છે. છેલ્લા મેરિટ નંબરના ઉમેદવારના 36 ટકા છે. 5મી જુલાઇએ અંતિમ મેરિટ યાદી જાહેર કરાશે. કામ ચલાઉ મેરિટ યાદીમાં સુધારો કરાવવાનો થતો હોય તો ઉમેદવારે નજીકના હેલ્પ સેન્ટર ખાતે સુધારા માટેના અસલ દસ્તાવેજોની ચકાસણી કરાવી ફોર્મ પહેલી જુલાઇ સાંજના પાંચ વાગ્યા સુધીના હેલ્પ સેન્ટરના નોડલ અધિકારીને જમા કરાવવાનું રહેશે.

ઉપરાંત એમબીએમાં 1414 અને એમસીએમાં 801 અને એમબીસીમાં 29 પીનનું વિતરણ થયું હતું. કુલ 2244 પીનનું વિતરણ થયું હતું. પીન વતરણની પ્રક્રિયાનો મંગળવાર પ્રથમ દિવસ હતો.

એમબીએ,એમસીએ,એમબીસીમાં 2,244 પિનનું વિતરણ