• Gujarati News
  • National
  • બાલાસિનોરમાં કાસ્ટિંગ બ્રાસ સાથે 3 ઝબ્બે

બાલાસિનોરમાં કાસ્ટિંગ બ્રાસ સાથે 3 ઝબ્બે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ડોડિયા ગામ સીમમાં રોડ ઉપર કેટલાક ઇસમો કંતાનના કોથળામાં શંકાસ્પદ ચીજવસ્તુ લઇને ઉભા છે. જેથી બાલાસિનોર પોલીસે શુક્રવારે સ્થળ પર પહોંચી જઇ તપાસ કરતાં કંતાનના કોથળામાંથી પિત્તળના કાસ્ટિંગ કરેલા બ્રાસના કુલ 6 બોક્સ મળી આવ્યા હતા. જેમાં એક બોક્સમાં 14 પ્લાસ્ટિકની કોથળીમાં, એક કોથળીમાં 100 નંગ લેખે પાંચ બોક્સમાં 7000 નંગ તથા એક બોક્સમાં 8 પ્લાસ્ટિકની થેલીમાં, એક થેલીમાં 50 નંગ લેખે કુલ 400 નંગ ગણી, જે કાસ્ટિંગ કરેલા બ્રાસના એક બોક્સનું વજન આશરે 30 કિલો મળી કુલ 6 બોક્સનું વજન 180 કિલો ગણી, એક કિલોની કિંમત રૂ. 400 લેખે 180 કિલોના રૂ.72,000 ગણી મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે આ મુદ્દામાલ સાથે કમલેશકુમા ર હિમતસિંહ પરમાર (ઉ.વ.19), જયદીપકુમાર મહેન્દ્રભાઇ પરમાર (ઉ.વ.20) તથા જીતેન્દ્રભાઇ મેલાભાઇ પરમાર (ઉ.વ.24) (તમામ રહે.વિશ્વનાથપૂરા, ડેરીવાળુ઼ ફળિયુ઼, તા.કઠલાલ) ને ઝડપી પાડ્યા હતા. આ શખસોને અમદાવાદ ગ્રામ્યના કણભા પોલીસ મથકમાં મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...