• Gujarati News
  • National
  • ‘દિવ્ય ભાસ્કર’માંથી ફોન આવ્યો ને ખબર પડી કે મને ઇનામ લાગ્યું’

‘દિવ્ય ભાસ્કર’માંથી ફોન આવ્યો ને ખબર પડી કે મને ઇનામ લાગ્યું’

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિવ્ય ભાસ્કર જૂથ દ્વારા 15 કરોડ જીતો યોજના જાહેર કરી હતી. જેના લક્કી ડ્રોની જાહેરાત કરાઇ હતી. આ લક્કી ડ્રોમાં સુરેન્દ્રનગરમાં રહેતા અને પટોળાનો વ્યવસાય કરતા પરિવારને ઇનામમાં બાઇક લાગતા આનંદનો પાર રહ્યો ન હતો.

અખબારી જગતની અત્યાર સુધીની સૌથી મોટી ઇનામી યોજના જીતો 15 કરોડ દિવ્ય ભાસ્કરે લોંચ કરી હતી. આ યોજનાનો લક્કી ડ્રો અમદાવાદ ખાતે બે દિવસ પહેલા યોજાયો હતો. જેમાં સુરેન્દ્રનગરના વઢવાણના ગણપતી ફાટસર વિસ્તારમાં રહેતા અને પટોળાનો વ્યવસાય કરતા સુરેશભાઇ દાનાભાઇ સોયાને બાઇક લાગ્યુ છે. છેલ્લા પાંચ વર્ષથી દિવ્ય ભાસ્કર સાથે જોડાયેલા પરિવારે ફોર્મમાં કૂપન ખૂટતા આસપાસમાંથી કૂપન લઇને ફોર્મ પૂરૂ કર્યુ હતુ. સુરેશભાઇના પત્ની જયાબેને ફોર્મમાં કૂપન લગાવવાની મહેનત રંગ લાવતા પરિવારમાં આનંદની લાગણી ફેલાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં મોટા ઇનામોમાં એકમાત્ર ઇનામ વઢવાણના પરિવારને લાગતા દિવ્ય ભાસ્કર સુરેન્દ્રનગર બ્યુરો ટીમે પરિવારની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પરિવારને ઇનામ લાગવાની કોઇ અપેક્ષા જ ન હતી પરંતુ દિવ્ય ભાસ્કરનો માત્ર ફોન આવ્યો છે તેવી જાણ થતા જ આપણે ઇનામ લાગ્યુ હશે તે વાત સાથે પરિવારમાં અનેરો હરખ સમાયો હતો.

જીતો 15 કરોડમાં બાઇક જીતનાર પરિવારની શુભેચ્છા મુલાકાત લેવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...