• Gujarati News
  • National
  • 22 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 29185 મતદારો

22 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 29185 મતદારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ જિલ્લાની 22 ગ્રામ પંચાયતો માટે 29185 મતદારો છે. જેમાં 15278 પુરુષ અને 13907 સ્ત્રી મતદારો છે. ચુંટણી માટે 20મી જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો ભરવાના રહેશે. 4થી ફેબ્રુઆરીએ મતદાન અને 6 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.

જિલ્લામાં ચુંટણી યોજાનાર છે, તે ગામોમાં હાલ નવા કામોની જાહેરાત થઇ શકશે નહીં. અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા છે. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં અમદાવાદ જિલ્લામાં કોંગ્રેસ પાસે બે બેઠકો છે અને ભાજપ પાસે ત્રણ બેઠકો છે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું વર્ચસ્વ છે. જેથી 22 ગ્રામ પંચાયતો જીતવા એડીચોટીનું જોર લગાવશે. જ્યારે ભાજપ જિલ્લામાં વર્ચસ્વ જમાવવા ગ્રામ પંચાયતો કબજે કરવા મરણીયો પ્રયાસ કરશે. ચુંટણીમાં ઇવીએમનો ઉપયોગ થશે. ચુંટણીમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા કલેકટર દ્વારા પ્રયાસ કરાઇ રહ્યો છે. જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ બંને રાજકીય પક્ષ દ્વારા કમર કસવામાં આવી રહી છે. દાવેદારોની સેન્સ લેવા સહિતના તમામ પ્રયાસો કરાઇ રહ્યા છે અને યોગ્ય ઉમેદવાર મૂકી ગ્રામ પંચાયત અંકે કરવા એડિચોટીનુ જોર લગાડવામાં આવી રહ્યુંં છે. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસની સત્તા હોવા છતાં ભાજપ દ્વારા સૌથી વધુ ગ્રામ પંચાયત અંકે કરવા એડી ચોટીનું જોર લગાડાઈ રહ્યું છે.

તાલુકામાં નોંધાયેલા સ્ત્રી અને પુરુષ મતદારો
તાલુકા ગ્રામ પંચાયતનું પુરષ સ્ત્રી કુલ

નામ મતદારો

ધોળકા ભવાનપુરા 432 367 799

ધોલેરા મીંગલપુર 1601 1258 2859

ગાંફ - 1034 835 1869

સીતાપુર - 1774 1638 3412

માંડલ વાસણા(કુ) 485 491 976

કુણપુર - 787 703 1490

ઓઢવ - 325 306 631

ઓઢવપુર - 162 141 303

કુકવાવ - 870 937 1807

બ્રાન્ટાઇ જેઠીપુરા 718 672 1390

દેત્રોજ છનીયાર 352 360 712

હઠીપુરા - 352 360 712

જશપુરા - 302 290 592

ભંકોડા - 444 420 864

શોભાષણ - 1002 923 1925

વાસણા છનીયાર 385 353 738

સદાતપુરા - 767 746 1513

કાલીયાણા - 545 519 1064

ડુમાણા - 818 738 1556

વિરમગામ ધોરીવડગાસ 451 400 851

મેલજ કાદીપુર 698 673 1371

શીવપુરા ચુનીનાપુરા 393 332 725

અન્ય સમાચારો પણ છે...