તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • 362 ગુજરાતી વિલફૂલ ડિફોલ્ટરોએ બેંકોના 4.91 લાખ કરોડ ડૂબાડી દીધા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

362 ગુજરાતી વિલફૂલ ડિફોલ્ટરોએ બેંકોના 4.91 લાખ કરોડ ડૂબાડી દીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાષ્ટ્રીયકૃતઅને ખાનગી બેંકોમાંથી જંગી રકમની લોન લઈને પરત ચૂકવનાર ડિફોલ્ટરોની સંખ્યા વધતી જાય છે અને પ્રકારે વિલફુલ ડિફોલ્ટરને કારણે અંદાજે રૂ. 13 લાખ કરોડના શકમંદ લેણાં થઈ ગયા છે. ડિફોલ્ટરોમાં 362 ગુજરાતી ડિફોલ્ટર છે. જેમણે રૂ. 4.91 લાખ કરોડ ડૂબાડ્યા છે.

પ્રકારના ડિફોલ્ટરો સામે કર્મચારીઓએ કડક પગલાં લઈ શકાય તે માટે કાનૂની જોગવાઈઓમાં સુધારા કરીને તેમજ ત્રણ મહિનામાં કેસની પતાવટ કરીને કસૂરવારને કેદ અને દંડ સહિત આકરી સજા ફટકારવાની મહાગુજરાત બેંક એમ્પ્લોયીઝ એસોસિએશને માગણી કરી છે. પ્રજાના કરોડો રૂપિયા ડૂબાડનાર વિલફુલ ડિફોલ્ટરોની યાદી જાહેર કરાઈ છે. પ્રજાના પૈસા પરત લાવવા અને બેંકોના મર્જર સહિતના મુખ્ય મુદ્દે તા.29 જુલાઈ દેશવ્યાપી બેંક હડતાળનું એલાન અપાયું છે.

એસો.ના જનરલ સેક્રેટરી જનક રાવલે જણાવ્યું કે, બેંક એસો.ને માર્ચ, 2016 સુધીમાં 5,610 ડિફોલ્ટરની યાદી જાહેર કરી હતી અને તેમાં રૂ. 50 હજાર કરોડથી વધુ નાણાં ફસાયેલ હતા. બેંકોને લોન ચૂકવનાર કેટલાંક બિઝનેસમેન વગેરેને રિસ્ટ્રક્ચરિંગ લોન સહિત કુલ રૂ.13 લાખ કરોડ નાણાં સલવાઈ ગયા છે.

બેંકો બેંક ખાતાની સંખ્યા ડિફોલ્ટેડ લોનની રકમ

રાષ્ટ્રીયકૃતબેંકો 3,192રૂ.28,775કરોડ

એસ.બી.આઈ અને સંકલિત 1,54રૂ.18,567કરોડ

ખાનગી બેંકો 792રૂ.10,250કરોડ

નાણાં સંસ્થાઓ 42રૂ.728કરોડ

વિદેશી બેંકો 38રૂ.463કરોડ

વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યા- લોનની રકમ

રાષ્ટ્રીયકૃત બેંકોની NPA

2013 1,17,000

2013 1,64,461

2014 2,16,739

2015 2,78,877

2016 5,39,995

નામ રકમ (કરોડ)

વિનસમડાયમન્ડ એન્ડ જ્વેલરી 2,266

ઝૂમડેવલપર્સ 1,710

કિંગફિશર એરલાઈન 1,201

ફોરએવરપ્રેસિયસ જ્વેલરી & ડાયમન્ડ્સ 1,002

બીટાનેપ્થોલ 958

ડેક્કનક્રોનિકલ 884

એસ.કુમાર્સ નેશનવાઈડ 600

ટોચના 7 વિલફુલ ડિફોલ્ટર

દેશમાં રૂ. 13 લાખ કરોડના ડિફોલ્ટરો, 29મીએ રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો