તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • કાર પર જાહેરાતના નામે 66 હજાર ઠગનારની ધરપકડ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર પર જાહેરાતના નામે 66 હજાર ઠગનારની ધરપકડ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
‘કારઉપર જાહેરાત લગાવો અને મહિને રૂ. 7 હજાર કમાવ’ની જાહેરાત આપી કારમાલિક પાસેથી 66 હજાર ઉઘરાવ્યા બાદ જાહેરાતનાં નાણાં ચૂકવનારા શ્રી વ્હીસલ એડ્વર્ટાઈઝ પ્રા. લિ. કંપનીના માલિકો અને કર્મચારીઓ વિરુદ્ધ રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કંપનીના મૅનેજર અજય વાઘેલાની ધરપકડ કરી છે.

સ્કૂલ વૅન ચલાવતા મયૂર પટેલે અખબારમાં જાહેરાત વાંચી કાર પર કંપનીની જાહેરાત લગાવી મહિને રૂ. 7 હજાર કમાવા વસ્ત્રાલ એસપી રિંગ રોડ સ્થિત શ્રી વ્હીસલ એડ્વર્ટાઈઝમેન્ટનો સંપર્ક કર્યો હતો, જ્યાં એચઆર મૅનેજર નિહારિકા પુરોહિતે સમજાવ્યું હતું કે, તેમની કંપનીની એડ્વર્ટાઈઝમેન્ટ સ્ટિકર લગાવેલી કાર 900 કિલોમીટર ફરે ત્યારે રૂ. 7,600 મળશે. કંપની સાથે એગ્રીમેન્ટ માટે ડિપોઝિટ પેટે રૂ. 36,250 ભરવાના રહેશે. આથી મયૂરે બે કાર ઉપર કંપનીના સ્ટિકર લગાવવા માટે સંમત થયા હતા અને ડિપૉઝિટ પેટે રૂ. 66,250નો ચેક આપ્યો હતો. એગ્રીમેન્ટ કરતી વખતે મયૂર પટેલને જણાવાયું હતું કે, કંપની તરફથી દર મહિનાની પાંચમી તારીખે રૂપિયા લઈ જવા. દરમિયાન ઑક્ટોબર-નવેમ્બર, 2015માં કંપનીના મૅનેજર અજય વાઘેલાએ જણાવ્યું હતું કે તમામ સભ્યોની 18 નવેમ્બર, 2015એ મિટિંગ રાખી છે, જેમાં ચેક અપાશે. આથી મિટિંગની તારીખે સમયે પ્રમાણે મયૂર પટેલ કંપનીના સરનામે પહોંચ્યા ત્યારે કંપની બંધ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું. અજય વાઘેલા અને નિહારિકા પુરોહિતે ફોન ઉપર જવાબ આપતાં મયૂર પટેલે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે કોઇ શુભચિંતકની પ્રેરણા અને આશીર્વાદથી તમે તમારી અંદર પોઝિટિવ ફેરફાર અનુભવ કરશો. તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહેવું ચોક્કસ જ તમને સફળતા આપી શકે છે. નવી ગાડી ખરીદવાની યોજના બની રહી છે તો ...

  વધુ વાંચો