તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દિવ્યાંગો માટેના કાયદાનો સરકારે અમલ કરતાં રિટ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્યાંગો માટેના કાયદાનો સરકારે અમલ કરતાં રિટ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાંદિવ્યાંગોને સરકારી નોકરીમાં 3 ટકા અનામત આપતો કાયદો હોવા છતાં 2002થી કોઇપણ દિવ્યાંગને તેનો લાભ આપવામાં આવ્યો નહીં હોવાની રજૂઆત સાથે થયેલી જાહેરહિતની રિટમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્ય સરકારને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

એડ્વોકેટ કે.આર.કોષ્ટીએ કરેલી જાહેરહિતની અરજીમાં એવી રજૂઆત કરી છેકે, રાજ્ય સરકાર અનેક કાર્યક્રમો અને જાહેરાતો કરીને દિવ્યાંગોના કલ્યાણની વાતો કરે છે, પરંતુ વાસ્તવમાં સરકાર બંધારણની જોગવાઇઓ પ્રમાણે ફરજનું પાલન કરવામાં નિષ્ફળ જઇ રહી છે. સરકારે ૧૯૯૫ના કાયદા દ્વારા દિવ્યાંગોને કેટલાક અધિકારો આપ્યા છે. જે પ્રમાણે સરકારી નોકરીઓમાં તેમના માટે ટકા અનામતની જોગવાઇઓ પણ કરવામાં આવી છે. પરંતુ રાજ્ય સરકારે વર્ષ ૨૦૦૨થી અત્યાર સુધી કાયદાકીય જોગવાઇ હેઠળ દિવ્યાંગને ભરતીના લાભ આપ્યા નથી. અરજદારને માહિતીના અધિકાર હેઠળ મળેલી માહિતીમાં ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી. જેમાં સમગ્ર દેશમાં ૨.૬૮ કરોડ દિવ્યાંગો પૈકી ગુજરાતમાં રાજ્યમાં ૧૦ લાખથી વધુ દિવ્યાંગ છે.

દિવ્યાંગો પૈકી મોટાભાગના લોકો સન્માનજનક નોકરી મેળવી શકતા નથી, કેમ કે રાજ્ય સરકાર તેમના પ્રત્યે ઉદાસીન અભિગમ દાખવે છે. રાજ્ય સરકાર દિવ્યાંગોના લાભ માટેના કાયદાનો સત્વરે અમલ કરે તેવી દાદ પિટિશનમાં માગવામાં આવી છે. તેમજ દિવ્યાંગોને લાભ મળી રહ્યા છે કે કેમ તેનું મોનિટરિંગ પણ થવું જોઇએ તેવી માગ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો