તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • પ્રદૂષણયુક્ત પાણીના સ્પોટ 8 થી વધીને 35 થતાં રોગચાળો વકર્યો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રદૂષણયુક્ત પાણીના સ્પોટ 8 થી વધીને 35 થતાં રોગચાળો વકર્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદશહેરમાં પ્રદૂષણયુકત પાણી મળતુ હોય તેવા સ્પોટ દસથી વધીને 35એ પહોંચી જતા બુધવારે કમિશનરના અધ્યક્ષસ્થાને મળેલી રિવ્યુ બેઠકમાં મુદ્દે ભારે ચર્ચા ચાલી હતી. દૂષિત પાણીના સ્પોટના કારણે ઝાડા-ઉલ્ટી અને ટાઈફોઈડનો રોગચાળો વધ્યો હોવાનો અેકરાર પણ રિવ્યુ બેઠકમાં હેલ્થ વિભાગે કર્યો હતો. ત્યારે કમિશનર મુકેશકુમારે અંગે ઈજનેર વિભાગની પૃચ્છા કરી હતી. અને કોઈ પણ રીતે સ્પોટમાં ઘટાડો થાય અને શુધ્ધ પાણી મળે તે માટે આયોજન કરવા ખાસ તાકીદ કરી હતી.

શહેરમાં જયાં જયાં પ્રદૂષિત પાણી આવે છે તેવા સ્લમ એરીયાને મ્યુનિ.હેલ્થ વિભાગે હાઈરિસ્ક એરીયા તરીકે જાહેર કરેલા છે. પણ સિવાયના પણ આઠ થી દસ વિસ્તારો એવા છે કે જયાં સમયાંતરે પ્રદૂષિત પાણીની બૂમ ઉઠે છે. દસ દિવસમાં એવી સ્થિતિ પ્રવર્તી છે કે, આઠ વિસ્તારોથી વધીને પ્રદૂષિત પાણી મળતુ હોય તેવા વિસ્તારોની યાદી 35 પહોંચી ગઈ છે અને તે વિસ્તારમાં ઝાડા-ઉલ્ટી, ટાઈફોઈડનો રોગચાળો વકર્યો છે.

મધ્ય ઝોનમાં દૂષિત પાણીની સૌથી વધુ સમસ્યા

શાહપુરનાધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે છેલ્લા દસ દિવસમાં ત્રણ-ત્રણ વખત કોટ વિસ્તારમાં દૂષિત પાણી આવતંુ હોવાની ફરિયાદો કોર્પોરેશનને કરી છે. પણ રિવ્યુ બેઠકમાં બાબતને પુષ્ટિ મળી હતી. અસારવાના 4 એરિયા, દરિયાપુરના શાંતિનાથ પાડાની પોળ, ગીતાંજલી પ્રાથમિક શાળા, ખાડીયાના 9 વિસ્તારો અને શાહીબાગના 1 વિસ્તારમાં દૂષિત પાણી મળતંુ હોવાનો રિપોર્ટ મળ્યો છે. ઉત્તર ઝોનમાં પણ ઠક્કરનગર, ઈન્ડિયાકોલોની, કુબેરનગર, દક્ષિણ ઝોનના મણીનગર, લાંભા, ઈન્દ્રપુરી તેમજ પશ્ચિમ ઝોનના વાસણા, ચાંદખેડાનો સમાવેશ થાય છે.

રિવ્યૂ બેઠકમાં ઈજનેર ખાતાના અધિકારીઓને આદેશ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો