• Gujarati News
  • National
  • ફરિયાદો નિવારવા વધુ 58 સહાયતા કેન્દ્ર શરૂ કરાશે

ફરિયાદો નિવારવા વધુ 58 સહાયતા કેન્દ્ર શરૂ કરાશે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કરદાતાઓનીવિવિધ પ્રકારની ફરિયાદોનો ઝડપી નિકાલ કરવાના હેતુસર વધુ 58 આયકર સહાયતા કેન્દ્રો શરૂ કરવામાં આવશે. હાલ દેશમાં 250 જેટલા આયકર સહાયતા કેન્દ્ર છે. કરદાતાઓની ફરિયાદો નિવારવા અંગે તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલી સૂચનાને પગલે સીબીડીટીએ આદેશ આપ્યા પછી ઈન્કમટેક્સ ડિપાર્ટમન્ટે, સેન્ટ્રલાઈઝ પબ્લિક ગ્રિવન્સીઝ રીડ્રેસલ સિસ્ટમ શરૂ કરીને વેબમાં મૂકી છે. સિસ્ટમ અંતર્ગત એપ્રિલથી તા.22 જુલાઈ સુધીમાં 85 ટકા ફરિયાદોનો નિકાલ કરાયો છે.

દેશમાં 250 જેટલા આયકર સહાયતા કેન્દ્ર છે અને વધુ 58 કેન્દ્ર શરૂ કરાશે. ટેક્સ કન્સલ્ટન્ટ પ્રમોદ પોપટે કહ્યું કે, નાના સેન્ટરોમાં આવા કેન્દ્ર શરૂ થવાથી કરદાતાઓને વધુ સરળતા રહેશે. તમામ રાજ્યોના મુખ્ય શહેરોમાં આયકર સહાયતા કેન્દ્રો છે અને હવે નાના સેન્ટરોમાં પણ આયકર સહાયતા કેન્દ્રનો પ્રારંભ કરાશે. આયકર સહાયતા કેન્દ્ર માટે સ્ટાફને વિશિષ્ટ તાલીમ અપાશે અને આવા કેન્દ્રમાં નિમણૂક કરાયેલા સ્ટાફની વારંવાર બદલી કરાશે નહીં.

કરદાતાઓની સરળતાનો હેતુ

અન્ય સમાચારો પણ છે...