તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બિલ્ડિંગોના સરવેનું કહેતાં HCએ કહ્યું, તમે યાદી આપી છે, પછી શેનો સરવે

બિલ્ડિંગોના સરવેનું કહેતાં HCએ કહ્યું, તમે યાદી આપી છે, પછી શેનો સરવે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાયર સેફ્ટીના અમલ અંગે હાઇકોર્ટના આદેશ બાદ પણ કોઇ યોગ્ય પગલા નહીં લેવામાં આવતા ગત મુદતે જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ એ.એસ.સુપૈયાએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને હાજર રહેવા આદેશ આપ્યો હતો. બુધવારે મ્યુનિ. કમિશનર હાઇકોર્ટ સમક્ષ હાજર રહ્યા હતા. ત્યારે કોર્ટે વેધક પ્રશ્ન કર્યો હતોકે, હાઇકોર્ટના આદેશ બાદ તંત્ર કેમ પ્રતિકાત્મક કામગીરી કરે છે. મ્યુનિ.એ અત્યાર સુધી કોઇ કામગીરી કરી ત્યારે આવી સ્થિતિ ઉભી થઇ છે. કાયદા હેઠળ કોર્પોરેશને કામ કરવાની ફરજ છે. દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરે હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, તેમને સમગ્ર કાર્યવાહી માટે થોડો સમય જોઇશે. તેમને દરેક સાઇટનો સરવે કરવો પડશે.જોકે કોર્ટે ટકોર કરી હતીકે, એએમસીએ 972 જેટલી ઇમારતો કાયદાનું પાલન નહીં કરતી હોવા અંગે લિસ્ટ આપેલું છે ત્યારે હવે સર્વે કરવાની બાબત ક્યાં આવી. કમિશનર તરફે એવી રજૂઆત કરાઈ હતી કે, તેઓ ફાયર સેફ્ટી એક્ટના અમલ માટે ખુબ ગંભીર છે અને તેઓ પગલા લેવા યોગ્ય પ્લાન ઘડી કાઢશે.

દરમ્યાન હાઇકોર્ટે આદેશ કર્યો હતોકે, અમદાવાદ શહેરની હદમાં આવતી બહુમાળી ઇમારતોમાં ફાયર સેફ્ટી સિસ્ટમના અમલ માટે કોર્પોરેશન યોગ્ય પ્લાન તૈયાર કરે. શહેરની કોમર્શિયલ ઇમારતોમાં અનેક લોકોની અવરજવર હોય છે, તેથી તેમની સૌથી પહેલા મોલ તેમજ કોમર્શિયલ મિલકતો પર હાઇકોર્ટના અગાઉના આદેશ અનુસાર પગલા લેવામાં આવે. જે બાદ સેમી કોમર્શિયલ મિલકતો તેમજ રહેણાંકની બહુમાળી ઇમારતોમાં પણ પ્રકારે પગલા લેવામાં આવે.

એક તબક્કે મ્યુનિ. તરફે એવી રજૂઆત કરાઇ હતીકે, બહુમાળી ઇમારતોનાં નિર્માણ સમયે ફાયર સેફ્ટી એક્ટ હેઠળ લાઈસન્સ લેવામાં આવે છે. જોકે બાદમાં તેને રિન્યુ કરવામાં આવતી નથી.

હાઇકોર્ટે તબક્કે પણ તે સ્થિતિને પણ કોર્ટના હુકમના અનાદર કે અવમાનના સમાન ગણી તેમની સામે પણ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. હાઇકોર્ટે એએમસીને તેમના દ્વારા લેવામાં આવનાર પગલા બાબતે એક ટાઇમટેબલ હાઇકોર્ટ સમક્ષ રજુ કરવા આદેશ કર્યો છે.

એક તબક્કે કેસમાં સરકાર અને એએમસી વચ્ચે પણ કેટલીક ઉગ્રતા જોવા મળી હતી. એએમસી દ્વારા એવી રજૂઆત કરાઇ હતીકે, પગલા લેવાની સત્તા એએમસીને અપાઈ નથી. જો સત્તા અપાય તો તેઓ કડક પગલા લઇ શકે છે. જોકે બીજી તરફ સરકારે પણ કોર્ટ સમક્ષ એવું સ્પષ્ટ કર્યું હતુંકે, એએમસી જો કડક પગલા લેવા ઇચ્છે તો લે, ત્યારે કોર્ટે ટકોર કરી હતી કે, તંત્ર એવા પગલા લે જેથી નાગરીકોને એવી પ્રતિતિ થાય કે તેમને કાયદાનો અમલ કરવો પડશે.

પગલા અંગે ટાઈમ ટેબલ આપવા આદેશ : મોલ, મલ્ટિપ્લેક્સ પર પહેલી તવાઈ

ફાયર સેફ્ટીના અમલ મુદ્દે હાઇકોર્ટે મ્યુનિસિપલ કમિશનરને ખખડાવ્યા

અન્ય સમાચારો પણ છે...