• Gujarati News
  • National
  • જીસીસીઆઈ બિઝનેસ એસો. નવા હોદ્દેદારો નિમાયા

જીસીસીઆઈ બિઝનેસ એસો. નવા હોદ્દેદારો નિમાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રેસિડેન્ટ સિવાયની તમામ 14 કેટેગરીમાં બિનહરીફ વરણી

ગુજરાતચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીમાં બિઝનેસ એસોસિએશન (લોકલ) કેટેગરીની બે પોસ્ટ માટે યોજાયેલ ચૂંટણીમાં અશોક પટેલ અને દિનેશ પટેલનો વિજય થયો છે. કેટેગરીમાં હરીફ ઉમેદવાર જ્યોતીન્દ્ર પટેલની હાર થઈ છે. ચેમ્બરની ચૂંટણીના પરિણામ જાહેર થયા પછી યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં નિવૃત્ત થનાર પ્રેસિડેન્ટ રોહિત પટેલે, નવા પ્રેસિડેન્ટ બિપિન પટેલને ચાર્જ સોંપ્યો હતો.

ચેમ્બરમાં પ્રેસિડેન્ટ સિવાયની 14 કેટેગરી માટે ચૂંટણી જાહેર કરાઈ હતી અને તે પૈકી 13 કેટેગરીમાં તમામ પોસ્ટ માટે હરીફ ઉમેદવારોને સમજાવીને બેસાડી દેવાતાં તમામ કેટેગરીમાં ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલ જાહેર કરાયા છે. જોકે, બિઝનેસ એસોસિએશન (લોકલ) કેટેગરીમાં 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. કેટેગરીમાં જ્યોતીન્દ્ર પટેલને ફોર્મ પરત ખેંચવા માટે સમજાવવા છેલ્લી ઘડીના પ્રયાસો કરાયા હતા. પરંતુ તેઓ કોઈ રીતે માનવા તૈયાર થતાં અને ચૂંટણી ટાળવાના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા.

ચેમ્બરમાં ફક્ત કેટેગરી માટે તા.18 જૂન શુક્રવારે ચૂંટણી યોજાઈ હતી. પોરબંદર, સાણંદ, જામનગર, રાજકોટ, સુરત, મહેસાણા, વગેરે શહેરમાંથી સભ્યો મતદાન કરવા આવ્યા હતા. કેટેગરીમાં 128 સભ્યોએ વોટિંગ કર્યું હતું. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થઈ હતી અને મતગણતરી બાદ સાંજે 5 વાગ્યે પરિણામો જાહેર કરાયા હતા. જેમાં અશોક પટેલને 272, દિનેશ પટેલને 224 અને જ્યોતીન્દ્ર પટેલને 132 મત મળ્યા હતા.

ચેમ્બર્સની શનિવારે યોજાયેલી બિઝનેસ એસોસિયેશન (લોકલ) કેટેગરીની ચૂંટણીમાં અશોક પટેલ અને દિનેશ પટેલનો વિજય થયો હતો. }ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...