• Gujarati News
  • National
  • દિલ્હી વાઇબ્રન્ટ છે ત્યારે ગુજરાતમાં શાંતિનો અહેસાસ

દિલ્હી વાઇબ્રન્ટ છે ત્યારે ગુજરાતમાં શાંતિનો અહેસાસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનાઅનેક જિલ્લાઓ હજુ પણ પાણી અને આરોગ્ય જેવી પ્રાથમિક જરૂરિયાતોથી પણ વંચીત છે તેમ છતાં સરકાર જ્યારે ન્યાયતંત્ર પણ પૂરતું બજેટ વાપરે છે ત્યારે આપણી પણ જવાબદારી બને છે કે, નાગરિકોને શ્રેષ્ઠ અને ઝડપી ન્યાય આપીએ તેમજ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ટી.એસ.ઠાકુરે જણાવ્યું હતું. રાજ્ય કક્ષાના જ્યુડિશિયલ ઓફિસર કોન્ફરન્સને ખુલ્લી મૂકતાં તેમણે જણાવ્યું કે મેં હમણાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું કે, દિલ્હીની સરખામણીએ ગુજરાતમાં આવતા મને આહલાદક શાંતિનો અહેસાસ થાય છે, ગુજરાતમાં શાંતિ અર્પવાની શક્તિ છે અને ખાસ કરીને ઉચ્ચપદે બિરાજતા લોકોને શાંતિ આપવાની શક્તિ છે.

જ્યુડિશિયલ ઓફિસર કોન્ફરન્સમાં બોલતા તેમણે વધુમાં જણાવ્યું કે, દેશમાં ન્યાયતંત્રને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવામાં આવી રહ્યું છે. તમારે બાબત યાદ રાખવી જોઇએ કે, આજે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થયેલું રોકાણ રાજ્યની પ્રાથમિક જરૂરિયાત જેવી કે, આરોગ્ય અને પાણી પર પણ કાપ મૂકીને થયેલું છે. દેશમાં આરોગ્યને લગતી પ્રાથમિક જરૂરિયાત છે, શાળાની કે પાણીની પણ જરૂરિયાત છે. જ્યુડિશિયલ ઓફિસરને તેમણે કહ્યું કે, કોઇ તમને એમ કહી જાય કે તમારા પર બહુ ખર્ચ કર્યો પણ તમે તેનો ઉપયોગ કર્યો, જેથી તમારે તમારું શ્રેષ્ઠતમ આપવાનું છે. પ્રસંગે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એ. આર. દવે, હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આર. સુભાસ રેડ્ડી પણ ઉપસ્થિત રહ્યા હતા.

શ્રેષ્ઠ તાલીમ માટે નેશનલ એકેડેમિક કાઉન્સિલ રચાશે

ચીફજસ્ટિસે પોતાની વક્તવ્યમાં જણાવ્યું કે, આપણી પાસે રાષ્ટ્રીય સ્તરની નેશનલ જ્યુડિશિયલ એકેડેમી છે. પરંતુ હવે નેશનલ એકેડેમિક કાઉન્સિલની પણ રચના કરવાની વિચારણા છે. જેથી શ્રેષ્ઠ તાલીમ મળી શકે. તેમણે વાત પર પણ ભાર મૂક્યો હતો કે, જ્યુડિશિયલ ઓફિસરે દર મહિને પોતાના જ્ઞાનથી અપડેટ થવા માટે પ્રકારની કોન્ફરન્સનું આયોજન કરવું જોઇએ.

અન્ય સમાચારો પણ છે...