• Gujarati News
  • National
  • યુવતીને જમતી ‌વખતે મોંઢામાં પિન વાગતા હોસ્પિટલમાં

યુવતીને જમતી ‌વખતે મોંઢામાં પિન વાગતા હોસ્પિટલમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેમનગર ડીનરબેલ રેસ્ટોરન્ટની ડિશમાંથી સ્ટેપ્લરની પિન નીકળી

મેમનગરખાતે આવેલી ડિનરબેલ રેસ્ટોરન્ટની પીરસાયેલી ડીશમાંથી સ્ટેપ્લરની પીન નીકળતા યુવતી ઈજાગ્રસ્ત થઈ હતી. ચાર પરિવાર જમવા બેઠા હતા ત્યારે યુવતીને તે પીન મોઢામાં વાગતા તેને લોહી નીકળ્યુ હતુ. રેસ્ટોરન્ટના માલિકને મામલે જાણ કરાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. દરમિયાનમાં મ્યુનિ.ને ઘટનાની જાણ થતા તાત્કાલિક હોટલમાંથી સેમ્પલ લેવાયા હતા અને હોટલ બંધ કરાવી દીધી હતી.

મ્યુનિ.હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીએ કહ્યું કે, ડિનરબેલ રેસ્ટોરન્ટમાં યુવતીને મોંઢામાં પીન વાગી હોવાની માહિતી મળતા હોટલમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા. જે લેબ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા હતા. અને હોટલ બંધ કરાવી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...