તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હવે સ્કૂલો દિવ્યાંગોને ‌નિ:શુલ્ક સ્કિલ બેઇઝ કમ્પ્યૂટર તાલીમ

હવે સ્કૂલો દિવ્યાંગોને ‌નિ:શુલ્ક સ્કિલ બેઇઝ કમ્પ્યૂટર તાલીમ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રીપોર્ટર.અમદાવાદ.

ગુજરાતરાજ્યમાં અમદાવાદ સહિતના શહેરોમાં આવેલ પ્રતિષ્ઠિત શિક્ષણ સંસ્થાઓના પ્રોગ્રેસિવ એસોસિએશન ઓફ સ્કૂલના નેજા હેઠળ દિવ્યાંગો માટે નિ:શુલ્ક સ્કિલ બેઝ કોમ્પ્યુટરની તાલીમ આપવાનુ નક્કી કરવામાં આવ્યું છે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિન નિમિત્તે શનિવારે મળેલી એસોસિએશનની કારોબારીની સમિતીની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રજાલક્ષી કાર્યોને ધ્યાનમાં રાખીને જરૂરીયાતમંદ દિવ્યાંગ બાળકો-યુવાનો માટે કોમ્પ્યુટરનો વિશેષ કોર્સ વિવિધ 67 સ્કૂલોમાં 26મી સપ્ટેમ્બરથી ભણાવામાં આવશે. માટે શહેરની વિવિધ અગ્રણી સ્કૂલોનો સંપર્ક કરવા માટે એસોસિએશનના પદાધિકારીઅો દ્વારા જણાવવામાં આવ્યું છે.

પ્રોગ્રેસિવ એસોસિએશન ઓફ સ્કૂલના પદાધિકારીઓના જણાવ્યાં પ્રમાણે અમદાવાદ શહેરની 67 સ્કૂલોમાં કોમ્પ્યુટર લેબોરેટરીમાં સ્કીલ બેઝ કોમ્પ્યુટર કોર્સ એકાઉન્ટ ટેલી, વર્ડ અને એક્સેલ,પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, ફોટો શોપ જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને શીખવવામાં આવશે. ત્રણથી ચાર મહીના પહેલા શહેરની અગ્રણી સ્કૂલોના નેજા હેઠળ પ્રોગ્રેસિવ એસોસિએશન ઓફ સ્કૂલની સ્થાપના કરાઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને કરાયેલો નિર્ણય

સ્કિલ બેઝ કમ્પ્યૂટર કોર્સ શીખવનાર સ્કૂલો

સત્વવિકાસ, એવન સ્કૂલ, આનંદ નિકેતન ગૃપ ઓફ સ્કૂલ્સ, ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન, જેમ્સ જિનેસિસ ઈન્ટરનેશનલ સ્કૂલ, જેજી ઈન્ટરનેશનલ સ્કૂલ એન્ડ એશિયા, નિરમા વિદ્યાવિહાર, સંત કબીર સ્કૂલ,શાંતિ એશિયાટિક સ્કૂલ, ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ,ત્રિપદા એજ્યુકેશન ટ્રસ્ટ, ધી એચ.બી.કાપડીયા. ન્યુ. હાઈસ્કૂલ, એપલ ગ્લોબલ સ્કૂલ,કોસ્મોસ કેસલ ઈન્ટરનેશનલ સ્કૂલ, ખ્યાતિ વલ્ડ સ્કૂલ.

67 સ્કૂલમાં 26 સપ્ટેમ્બરથી કોર્સ શરૂ કરવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...