તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરને પહેલી વખત પાણી કાપની સમસ્યામાંથી છુટકારો

શહેરને પહેલી વખત પાણી કાપની સમસ્યામાંથી છુટકારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદશહેરને દૈનિક 200 એમએલડી પાણી પૂરું પાડતી શેઢી કેનાલમાં ગાબડું પડવાના કારણે પાંચ દિવસ પાણી કાપ સર્જાવાના એંધાણ હતા. પણ ઈરિગેશન વિભાગની ચોકસાઈપૂર્વકની કામગીરીને કારણે પાણીકાપ પહેલી વખત ટળ્યો છે. વખતે ઈરિગેશન વિભાગે ભંગાણ પૂરવાની સાથે સાથે સિંચાઈ માટે અપાતા પાણીનો સપ્લાય સદંતર બંધ કરી શહેરને પાણીનો પુરવઠો ચાલુ રાખ્યો હતો જેથી શહેરમાં પાણીકાપની સમસ્યા ટળી હતી.

મહુધા નજીક વાસણા ગામે શેઢી કેનાલમાં ભંગાણ પડવાના કારણે શનિવારથી ચાર દિવસ સુધી શહેરના 80 ટકા વિસ્તારોમાં પાણી કાપ સર્જાવાની શક્યતા હતી. જો કે, શેઢી કેનાલનું રિપેરિંગ કામ હાલ ચાલી રહ્યું છે પણ પાણી પુરવઠાનો સપ્લાય પણ જારી હોવાના કારણે પાણી કાપ નહીંવત્ માત્રામાં હોવાનું મ્યુનિ. ઈજનેર વિભાગના અધિકારીઓનું કહેવું છે.

શેઢી કેનાલમાં ગાબડાની મરામત છતાં

અન્ય સમાચારો પણ છે...