શમા સ્કૂલના બાળકો ચિંતામુક્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દાણીલીમડાનીશમા સ્કૂલ્સમાં શુક્રવારે સીડી પડવાની દુર્ઘટનામાં 8 વિદ્યાર્થી ઘવાયા હતા. શાળા સંચાલકોએ તમામ વિદ્યાર્થીઓને તાકીદે શીફા હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જેમાંથી 5 વિદ્યાર્થીને પ્રાથમિક સારવાર બાદ રજા અપાઈ હતી. 3 પૈકી 2 વિદ્યાર્થીને શનિવારે રજા અપાઈ હતી. એક વિદ્યાર્થીને વધુ બે દિવસ નિરીક્ષણ હેઠળ હૉસ્પિટલમાં રખાયો છે. વિદ્યાર્થીઓને નિ:શુલ્ક સારવાર અપાઈ છે. ઘટના અંગે સ્કૂલ પરિવાર અને ટ્રસ્ટે ખેદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવો બનાવ ફરી બને તે માટે જરૂરી વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે. અમારા કેમ્પસમાં શમા પ્રાઇમરી સ્કૂલ, શમા હાઈસ્કૂલ અને શમા હાયર સેકન્ડરી સ્કૂલ કાર્યરત અને સરકારમાન્ય છે.

અન્ય સમાચારો પણ છે...