• Gujarati News
  • National
  • મુનિ ભવ્યરત્ન મ.સા.ની દીક્ષાની વર્ષગાંઠ

મુનિ ભવ્યરત્ન મ.સા.ની દીક્ષાની વર્ષગાંઠ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |દીક્ષાદાનેશ્વરી આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં સંયમ જીવન અપનાવનાર મુનિ ભવ્યરત્નમ.સા.ની દીક્ષાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી ગાંધીઆશ્રમ સ્થિત અભયઘાટ ખાતે કરવામાં આવી હતી. પ્રસંગે યોજાયેલી પરિષહ વિજયયાત્રામાં 400થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતો ઉપસ્થિત રહ્યા હતાં. પ્રસંગે આચાર્ય રશ્મિરત્નસૂરિશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, સંયમ જીવનમાં દીક્ષા લીધા બાદ જે 22 પ્રકારના કષ્ટો સહન કરાય છે. તેને પરિષય વિજય યાત્રા કહેવાય છે. મુનિ ભવ્યરત્નવિજયજી મ.સા.એ તેમના એક વર્ષના દીક્ષાના સમયમાં અનેક કષ્ટો સહતન કર્યા છે. વર્ષ દરમિયાન તેમણે 30 ઉપવાસ, 400 દિવસના એકાંતરે ઉપવાસ સાથે વર્ષીતપનો પ્રારંભ કર્યો છે. તપ દરમિયાન તેમણે 400 કિલોમીટરથી વધુનો વિહાર પણ કર્યો છે. આટલી ગરમીમાં પણ તેમણે પ્રસન્નતાપૂર્વર વિજય પ્રાપ્ત કર્યો છે. કાર્યક્રમમાં પદ્મશ્રી ડો. સુધિરભાઇ શાહનું સન્માન કરાયું હતુ.

અન્ય સમાચારો પણ છે...