• Gujarati News
  • National
  • પાલડીના પાન પાર્લરમાં તોડફોડ કરનાર 7 ની ધરપકડ

પાલડીના પાન પાર્લરમાં તોડફોડ કરનાર 7 ની ધરપકડ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાણીના પાઉચના 4 રૂપિયા નહીં આપી ઝઘડો કર્યો

પાલડીભઠ્ઠા નજીક હિરલ શોપિંગ સેન્ટરમાં ગુરુવારે રાત્રે પાણીના પાઉચના 4 રૂપિયા માગનારી પાન પાર્લરની મહિલા માલિક અને તેના પુત્ર સહિત 3 જણા ઉપર 7 જણાએ સશસ્ત્ર હુમલો કર્યો હતો. પાલડી પોલીસે તમામની ધરપકડ કરી છે.

હિરલ શોપિંગ સેન્ટરના બેઝમેન્ટમાં રહેતાં ઉષાબહેન રમણભાઈ ઠાકોર (39) રાજુ પાન પાર્લર ધરાવે છે. ગુરુવારે રાતે 10 વાગ્યે ધમો ઉર્ફે અંડો અને સિકંદર પાર્લર ઉપર આવ્યા હતા અને પાણીના બે પાઉચ લીધાં હતાં. ઉષાબહેને બે પાઉચના 4 રૂપિયા માગતાં બંને ઉશ્કેરાયા હતા અને કહ્યું હતું કે તું અમને ઓળખતી નથી, અમારી પાસે પૈસા માંગે છે. તેમ કહી ઉષાબહેન સાથે ઝઘડો કરી પૈસા આપ્યા વગર જતા રહ્યા હતા.

ત્યાર બાદ રાતે 2 વાગ્યે ધમો અને સિકંદર સાગરીતો સાથે તલવાર, ધારિયાં, છરા, કટાર, લાકડી અને બેઝબોલ સ્ટિકથી પાર્લરમાં તોડફોડ કરી હતી. બાદમાં લારી અને એક્ટિવા પાડી દીધાં હતાં. ઉષાબહેન, તેમનો પુત્ર કિરણ અને તેનો મિત્ર વચ્ચે પડતાં ટોળકીએ ત્રણેય ઉપર હુમલો કર્યો હતો. ઉષાબહેને બૂમાબૂમ કરતાં ટોળકી ભાગી ગઈ હતી. અંગે ઉષાબહેને પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પીઆઇ એ.જી. ગોહિલે શુક્રવારે મોડી રાતે અક્ષય ગણપતભાઈ ઠાકોર (20), ધમો ઉર્ફે અંડો ધર્મેશ ફાલ્ગુનભાઈ નાયક (32), મલો ઉર્ફે મહેશ બળદેવભાઈ ઠાકોર (26), સિકો ઉર્ફે યોગેશ ચંદ્રિકાપ્રસાદ દવે (31), સાગર જશવંતભાઈ ધોબી (30), વિજય દશરથભાઈ (30) અને પૂરવ હસમુખભાઈ ચૌહાણ (25)ની ધરપકડ કરી છે.

અન્ય સમાચારો પણ છે...